સુરત રોગચાળાના ભરડામાંઃ ડેન્ગીના જ ૭૭૮ દરદીઓ

Published: Nov 11, 2019, 09:51 IST | Surat

શહેરમાં ડેન્ગીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેર મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ રોગચાળાને નાથવામાં નિષ્ફળ નીવડ્યો છે. એને કારણે લોકો ચિંતામાં પડ્યા છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

કમોસમી વરસાદથી રોગચાળાએ માથું ઊંચકતાં શહેરની હૉસ્પિટલોમાં દરદીઓ ઊભરાઈ રહ્યા છે. હાલમાં શહેરની વિવિધ હૉસ્પિટલોમાં માત્ર ડેન્ગીના જ ૭૭૮ દરદીઓ સારવાર લઈ રહ્યા છે અને અન્ય તાવ, મલેરિયા, ગૅસ્ટ્રોના ૧૭૦૬ દરદીઓ સારવાર લઈ રહ્યા છે. શહેરમાં ડેન્ગીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેર મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ રોગચાળાને નાથવામાં નિષ્ફળ નીવડ્યો છે. એને કારણે લોકો ચિંતામાં પડ્યા છે. ગયા વર્ષની સરખામણીએ આ વખતે રોગચાળામાં દરદીઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો હતો. સતત વરસાદને કારણે રોગચાળો સતત વધી રહ્યો છે.
દરદીઓની સંખ્યામાં હાલમાં એટલો વધારો જોવા મળી રહ્યો છે કે એક બેડ પર બે દરદી રાખવા પડે એવી સ્થિતિ છે અને કેટલાક દરદીઓને જમીન પર ગાદલાં નાખી સારવાર આપવામાં આવી રહી છે. જોકે સરકારી સાથે ખાનગી હૉસ્પિટલ પણ દરદીઓથી ઊભરાઈ રહી છે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં રોગચાળો નાથવા કયા પ્રકારનો ઍક્શન પ્લાન બનાવાય છે એ જોવું જ રહ્યું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK