Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગાંધીનગર: સરદાર સરોવરમાં પાણીની આવક વધતાં મધરાતે 8 દરવાજા ખોલાયા

ગાંધીનગર: સરદાર સરોવરમાં પાણીની આવક વધતાં મધરાતે 8 દરવાજા ખોલાયા

12 August, 2019 08:32 AM IST | ગાંધીનગર

ગાંધીનગર: સરદાર સરોવરમાં પાણીની આવક વધતાં મધરાતે 8 દરવાજા ખોલાયા

સરદાર સરોવર

સરદાર સરોવર


રાજ્યમાં ચોમાસું જામ્યું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થયો છે. પહેલી વાર આ સીઝનમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ કચ્છમાં વરસ્યો છે. ગુજરાત પર સક્રિય લો પ્રેશરની સિસ્ટમ કચ્છ અને રાજસ્થાન વચ્ચે વરસી પડતાં નખત્રાણામાં ૨૪ કલાકમાં ૧૩ ઇંચ વરસાદ ખાબક્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૩ જિલ્લાના ૨૬૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સીઝનનો ૮૩.૧૨ ટકા વરસાદ થયો છે. રાજ્યમાં હવે આવનાર એક વર્ષ સુધી પીવાના પાણી અને સિંચાઈના પાણી માટે કોઈ પ્રશ્ન ઊભો નહીં થાય.

ભારે વરસાદના કારણે રાજ્યમાં એસ.ટી.ના ૨૩ રૂટની ૭૭ ટ્ર‌િપો રદ થઈ છે. વરસાદના પગલે રાજ્યના વડોદરા, છોટાઉદેપુર, ભાવનગર અને જૂનાગઢ પંથક તરફ આવતી અને જતી બસોને અસર થઈ છે.



રાજ્યમાં અને ઉપવાસમાં સારા વરસાદને કારણે ગુજરાતના જીવાદોરી સમાન નર્મદા ડૅમમાં પાણી એની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું છે. મધરાતે ડૅમમાં પાણીની સપાટી ૧૩૧.૬૫ મીટરે પહોંચી, જેના લીધે સરદાર સરોવરના ૮ દરવાજા ફરી ખોલવામાં આવ્યા હતા. નર્મદા કાંઠાનાં ૨૩ ગામને અલર્ટ કરાયાં છે.


આ પણ વાંચો : રાજકોટ : હેરાન ન થવું હોય તો ગુજરાત રહેતાં ભાઈને રાખડી કુરિયર કરી દો

તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા હતા, જોકે ઉપરવાસમાં સતત પાણીની આવકને કારણે ફરી ડૅમના ૮ દરવાજા ખોલવામાં આવ્યા હતા. હાલમાં સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી ૧,૮૯,૨૪૪ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જ્યારે ૧,૨૩, ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

12 August, 2019 08:32 AM IST | ગાંધીનગર

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK