Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આજે દરિયામાં જવાનું જોખમ નહીં લેતા

આજે દરિયામાં જવાનું જોખમ નહીં લેતા

05 May, 2024 06:56 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજે રાત્રે ૧૧.૩૦ વાગ્યા સુધી અડધાથી દોઢ મીટર સુધીનાં ઊંચાં મોજાં ઊછળશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


મુંબઈના સમુદ્રમાં આજે રાતના ૧૧.૩૦ વાગ્યા સુધી અડધાથી દોઢ મીટર ઊંચાં મોજાં ઊછળવાની આગાહી હવામાન વિભાગે કરી છે એટલે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ આજે બીચ પાસે જવામાં જોખમ છે એટલે ન જવાની ચેતવણી આપી છે. BMCના એક અધિકારીએ કહ્યું હતું કે ‘સમુદ્રમાં ભરતીની સાથે પાણીનાં ઊંચાં મોજાં ઊછળવાની શક્યતા છે એટલે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને આ સમય દરમ્યાન અલર્ટ રહેવાની સાથે શિફ્ટ થવા માટે પાલિકાની સ્કૂલ અને કમ્યુનિટી હૉલમાં વ્યવસ્થા કરવામાં આવી છે. સમુદ્રની આ હિલચાલ ગઈ કાલે સવારના ૧૧.૩૦ વાગ્યાથી શરૂ થઈ હતી અને આજે રાતના ૧૧.૩૦ વાગ્યા સુધી રહેવાની આગાહી કરવામાં આવી છે. અત્યારે ઉનાળાની રજા ચાલી રહી છે અને આજે રવિવાર છે ત્યારે મોટી સંખ્યામાં મુંબઈગરાઓ બીચ પર જવાની શક્યતા છે, પણ આજે સમુદ્ર તોફાની રહેશે એટલે જોખમ ન લેવું.’

હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને સલામતી માટે BMC, ફાયર-બ્રિગેડ, મુંબઈ પોલીસ સહિતની યંત્રણાને તૈયાર રાખવામાં આવી છે. ઉપરાંત બીચ પર તહેનાત લાઇફગાર્ડ્સને પણ અલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2024 06:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK