ગઢડા મંદિર ટ્રસ્ટમાં દેવ પક્ષની 550થી વધુ મતથી જીત

Published: May 07, 2019, 10:17 IST

બોટાદના ગઢડા ગોપીનાથજી સ્વામીનારાયણ દેવમંદિરના ટ્રસ્ટની 10 વર્ષ બાદ રવિવારે યોજાયેલી ચૂંટણીમાં દેવ પક્ષ અને એસપી સ્વામી સમર્થિત આચાર્ય પક્ષ વચ્ચેની ચૂંટણીમાં દેવ પક્ષની જીત થઈ છે સાથે જ ગૃહસ્થ પક્ષમાં 550 વધુ મતોથી જીત થઈ છે

બોટાદના ગઢડા ગોપીનાથજી સ્વામીનારાયણ દેવમંદિરના ટ્રસ્ટની 10 વર્ષ બાદ રવિવારે યોજાયેલી ચૂંટણીમાં દેવ પક્ષ અને એસપી સ્વામી સમર્થિત આચાર્ય પક્ષ વચ્ચેની ચૂંટણીમાં દેવ પક્ષની જીત થઈ છે સાથે જ ગૃહસ્થ પક્ષમાં 550 વધુ મતોથી જીત થઈ છે અને આચાર્ય પક્ષનો પરાજય થયો છે. ઉલ્લેખનીય છે કે રવિવારે ગોપીનાથજી સ્વામીનારાયણ દેવમંદિરના ટ્રસ્ટની કુલ છ બેઠકો માટે ચૂંટણી અધિકારી, હાઈ ર્કોટના નિવૃત્ત જજ એસ.એમ. સોનીના ઉત્તમ આયોજનથી રવિવારે મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. અગાઉ બ્રહ્મચારીને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે.

સોમવારનો સમય ગઢડાવાસીઓ માટે ખૂબ જ મહત્વનો બની રહ્યો હતો. સ્વામીનારાયણ સંપ્રદાય માટે આ હાઈ પ્રોફાઇલ ચૂંટણી જોવા મળી હતી જેને કારણે દેવ પક્ષના હરિભક્તોમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: ગુજરાત: પાણીપુરવઠા વિશે મુખ્ય પ્રધાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ મતદાન રવિવારે થયું હતું અને સોમવારે મતગણતરી પણ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે એસઆરપીની ટુકડી પણ અત્યારે ઘટનાસ્થળે પહોંચી છે.
સવારથી જ વિદેશમાં વસતા એનઆરઆઇ હરિભક્તો ગઢડા ગોપીનાથજી સ્વામીનારાયણ દેવમંદિર ટ્રસ્ટની ચૂંટણીનું પરિણામ જાણવા માટે ઉત્સુક બની ગયા હતા. તેઓએ સવારથી જ પોતાના સંબંધિતોને ફોન કરીને પરિણામ જાણવા માટેના પ્રયત્ન કર્યા હતા.

Loading...

Tags

gujarat
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK