ગુજરાત: પાણીપુરવઠા વિશે મુખ્ય પ્રધાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

Published: May 07, 2019, 08:41 IST | ( જી.એન.એસ.) | ગાંધીનગર

૭૫ ટકા રીસાઇકલ્ડ પાણી વપરાશ કરવા તાકીદ

વિજયભાઈ રૂપાણી
વિજયભાઈ રૂપાણી

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ રાજ્યનાં આઠેય મહાનગરોમાં તથા શહેરી વિકાસ સત્તામંડળોમાં સમાવિષ્ટ વિસ્તારોમાં પાણીપુરવઠાની સ્થિતિની સમીક્ષા અને આયોજન વિશે ઉચ્ચ સ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી હતી.

પાણીપુરવઠા પ્રધાન કુંવરજીભાઈ બાવળિયાની સહ-ઉપસ્થિતિમાં યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, મુખ્ય પ્રધાનના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, પાણીપુરવઠા શહેરી વિકાસના અગ્રસચિવો સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ ચર્ચામાં જોડાયા હતા.

આ પણ વાંચો : ડાયમંડ કિંગ ધોળકિયા વિવાદમાં, નર્મદા નદીના પટમાં રસ્તો બનાવી દીધો

મુખ્ય પ્રધાને મહાનગરોમાં આગામી ૧-ર વર્ષમાં વપરાશ માટેના પાણીપુરવઠામાં ૭પ ટકા ટ્રીટેડ વૉટર-રિસાઇકલ્ડ વૉટર યુઝ કરવા માટેની વ્યવસ્થા કાર્યરત થાય એ અંગે પણ તાકીદ કરી હતી. રાજ્ય સરકારે આગામી જુલાઈ માસ સુધી પીવાના પાણીની પૂરતી ઉપલબ્ધિ માટે કરેલા આયોજન સંદર્ભમાં શહેરી ક્ષેત્રોમાં સ્થાનિક સત્તાતંત્રોની સજ્જતા-આયોજન અંગે પણ આ બેઠકમાં સમીક્ષા અને ચર્ચા-વિચારણ હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરોના મેયર, સ્ટૅન્ડિંગ કમિટીના અધ્યક્ષો અને કમિશનર આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK