ઍર ઇન્ડિયાની ચાર મહિલા-પાઇલટોએ ૧૬૦૦૦ કિલોમીટરનું અંતર કાપી ઇતિહાસ રચ્યો

Published: 12th January, 2021 14:07 IST | Gujarati Mid-day Correspondent | Bangalore

ઍર ઇન્ડિયાએ આ મહિલા-ટીમને બિરદાવતાં ટ્‌વીટ કરી હતી કે વેલકમ હોમ

ભારત આવેલી મહિલા પાઇલટની ટીમ
ભારત આવેલી મહિલા પાઇલટની ટીમ

ઍર ઇન્ડિયાની મહિલા-પાઇલટોએ સૌથી લાંબા મનાતા ઉડ્ડયન માર્ગને સફળતાથી પાર કરી ઉત્તર ધ્રુવ પર ઊડ્ડયન કરીને એક નવો ઇતિહાસ સર્જ્યો હતો. સાન ફ્રાન્સિસ્કોથી ઉત્તર ધ્રુવ થઈને આ ફ્લાઇટ બૅન્ગલો પહોંચી હતી.

ઍર ઇન્ડિયાએ આ મહિલા-ટીમને બિરદાવતાં ટ્‌વીટ કરી હતી કે વેલકમ હોમ. અમને તમારા પર ગર્વ છે. અમે ફ્લાઇટના તમામ પૅસેન્જર્સને અભિનંદન આપીએ છીએ, જેઓ આ ઐતિહાસિક પ્રવાસના સાક્ષી બન્યા. આ ફ્લાઇટમાં તમામ સ્ટાફ મહિલાઓનો બનેલો હતો. તે લોકોએ ૧૬૦૦૦ કિલોમીટરનું અંતર સફળતાથી કાપ્યું હતું   

આ ફ્લાઇટને લોકેશનની વિગત સોશ્યલ મીડિયા દ્વારા ઍર ઇન્ડિયા પોતે આપતું રહ્યું હતું. મુખ્ય પાઇલટ તરીકે ઝોયા અગ્રવાલ હતી. તેના સહાયક પાઇલટોમાં પાપાગરી તન્મય, કૅપ્ટન શિવાની અને કૅપ્ટન આકાંક્ષા સોનવણે હતી. ઍર ઇન્ડિયાના ઇતિહાસમાં મહિલા-પાઇલટો દ્વારા મેળવવામાં આવેલી આ પહેલવહેલી ઐતિહાસિક સિદ્ધિ હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK