Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ગુમ થયેલા અરૂણાચલના પાંચ યુવકોને ચીને કર્યા આઝાદ, ભારત આવતા ક્વૉરન્ટીન

ગુમ થયેલા અરૂણાચલના પાંચ યુવકોને ચીને કર્યા આઝાદ, ભારત આવતા ક્વૉરન્ટીન

12 September, 2020 03:17 PM IST | Arunachal Pradesh
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગુમ થયેલા અરૂણાચલના પાંચ યુવકોને ચીને કર્યા આઝાદ, ભારત આવતા ક્વૉરન્ટીન

તસવીર સૌજન્ય: ટ્વીટર

તસવીર સૌજન્ય: ટ્વીટર


ભારત અને ચીનની સેના વચ્ચે તણાવ કાયમ છે. આ દરમિયાન અરુણાચલ પ્રદેશના પાંચ બાળકોને ચીનની સેનાના માધ્યમથી અપહરણ કરાયા હોવાનો મામલો સામે આવ્યો હતો. હવે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી(PLA)એ શનિવારે અરુણાચલ પ્રદેશના પાંચ લોકોને ભારતના હવાલે કર્યા છે. શુક્રવારે આ મામલે કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુએ પણ ટ્વીટ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ચીની પીએલએએ અરુણાચલ પ્રદેશના યુવાનોને અમારી તરફેણમાં ભારતીય સૈન્યને સોંપવાની પુષ્ટિ કરી છે.

ચાર સપ્ટેમ્બરના રોજ પાંચ ભારતીયોએ અરુણાચલ પ્રદેશના ઉચ્ચ સુબાનસિરી જિલ્લામાંથી આકસ્મિક રીતે એલએસીને પાર કરીને ચીન તરફ ચાલ્યા ગયા હતા. આ યુવાનોના નામ છે તોચ સિંગકમ, પ્રસાદ રિંગલિંગ, ડોંગટુ ઇબિયા, તનુ બાકર અને નગારુ ડિરી છે.




તમને જણાવી દઈએ કે, ગયા શનિવારે એક અગ્રણી સ્થાનિક અખબારે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, નાચો શહેર નજીકના ગામ સાથે જોડાયેલા ટાગિન સમુદાયના પાંચ લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે. તેમાં વધુમાં લખવામાં આવ્યું હતું કે, અપહરણના આ આરોપ સમયે તેઓ શિકાર માટે જંગલમાં ગયા હતા. અહેવાલમાં એક સંબંધીનો હવાલો આપતા કહેવામાં આવ્યું હતું. જેમણે દાવો કર્યો હતો કે, તે લોકોનું ચીની સેના દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. આ દાવો સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો જે બાદમાં વાયરલ થયો હતો.


બીજી બાજુ આ યુવકોના પરિવારજનોએ જણાવ્યું હતું કે, ચીની સેના દ્વારા તેમનું અપહરણ કરવામાં આવ્યું છે. જે પછી તેમણે સરકારી સહાય માંગી હતી અને કોંગ્રેસના એક નેતાએ પણ આ જાણકારી સોશ્યલ મીડિયામાં આપી હતી. ગુમ થયેલા લોકોમાંથી બે લોકો ભાગવામાં સફળ રહ્યા હતા અને તેમણે સ્થાનિક પોલીસ અને પછી સેનાને આ અંગે જાણકારી આપી હતી.

ભારતીય સેનાએ એક નિવેદન જાહેર કરતા જણાવ્યું હતું છે કે, તમામ ઔપચારિકતાઓ પૂરી કર્યા પછી સેનાએ કિબિતુમાં તમામ પાંચ લોકો મેળવ્યા હતા. આ બધાને કોરોના પ્રોટોકોલ અનુસાર 14 દિવસ માટે ક્વૉરન્ટીન કરવામાં આવશે. ત્યારબાદ તેઓને તેમના પરિવારોને સોંપવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

12 September, 2020 03:17 PM IST | Arunachal Pradesh | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK