Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Election 2019 : વૉટ આપવા જતાં પહેલા આ બાબતોને ધ્યાનમાં રાખો

Election 2019 : વૉટ આપવા જતાં પહેલા આ બાબતોને ધ્યાનમાં રાખો

29 April, 2019 07:49 AM IST | મુંબઈ
ચેતના યેરુણકર

Election 2019 : વૉટ આપવા જતાં પહેલા આ બાબતોને ધ્યાનમાં રાખો

મતદાન

મતદાન


ચૂંટણીપંચે મતદાન-મથકથી ૧૦૦ મીટરના ક્ષેત્રમાં મોબાઇલ ફોન લઈ જવા પર પ્રતિબંધ મૂક્યા પછી મતદાન-કેન્દ્ર પર લોકોના મોબાઇલ ફોન રાખવાના લૉકરરૂમની સુવિધા રાખવામાં નથી આવી. ચૂંટણીપંચ ફક્ત લોકોને મતદાન માટે પોલિંગ બૂથ પર જાય ત્યારે મોબાઇલનો વપરાશ ટાળવાની અપીલ કરે છે. જે મતદારોને વોટર્સ-સ્લિપ મળી ન હોય તેમને વોટર્સ આઇડેન્ટિટી કાર્ડ સહિત ૧૧ વૅલિડ આઇડેન્ટિફિકેશન કાર્ડમાંથી કોઈ એક લઈને મતદાન-મથકે જવાની છૂટ આપવામાં આવી છે. મતદાનની પદ્ધતિમાં લાંબા વખત સુધી વોટિંગ મશીનનું બટન દબાવી રાખવાની ચર્ચા બાબતે સ્પષ્ટતા કરતાં ચૂંટણીપંચના અધિકારીએ જણાવ્યું હતું કે બીપનો અવાજ સાંભળતાંની સાથે વોટ નોંધાઈ જશે.

ઘર બંધ હોય કે મતદાર સ્થળાંતર કરી ગયા હોય એવા સંજોગોમાં વોટર્સ-સ્લિપ ન મળી હોય એવા મતદારો માટે મતદાન-મથકે હેલ્પ-ડેસ્કની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાનનાં સાધનો તથા સામગ્રીની હેરફેર કરતાં વાહનો ક્યાં ફરે છે એની નિગરાણી ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે. ઉપનગરોનાં ૧૦ ટકા મતદાન-મથકો પર લાઇવ વેબ કાસ્ટિંગ વડે નિગરાણી રાખવામાં આવશે.



મતદાનની ટકાવારી વધારવાનું અભિયાન


મતદાનનું પ્રમાણ વધારવા માટે ચૂંટણીપંચ, કલેક્ટર-ઑફિસો તથા નાગરિક સંસ્થાઓએ વ્યાપક પ્રયાસ કર્યા છે. મતદાન કરવા લોકોને આકર્ષવા માટે પોસ્ટર્સ અને ર્હોડિંગ્સના પ્રકાશન ઉપરાંત સંગીતમય જિંગલ્સનું પણ સંબંધિત સ્થળોએ પ્રસારણ કરવામાં આવશે. મતદાતાઓ, ખાસ કરીને પહેલી વખત મતદાન કરનારાઓને મતદાનનો ગર્વ વ્યક્ત કરતા સેલ્ફી (આંગળી પર ટપકા સાથે) સોશ્યલ મીડિયા પર પ્રસારિત કરવાનું પણ પ્રોત્સાહન આપવામાં આવે છે. નાગરિકોને ખાસ કરીને નવા મતદારોને મતદાનનું મહkવ સમજાવવા ચૂંટણીપંચના અધિકારીઓ ૧૬૦૦ જેટલી સ્કૂલો અને જુનિયર કૉલેજોમાં શિબિરો યોજી ચૂક્યા છે. એ ઉપરાંત આંગણવાડીઓના શિક્ષકોને પણ વિદ્યાર્થીઓનાં માતા-પિતા તથા ૧૮ વર્ષથી વધુ ઉંમરનાં તેમનાં સંતાનોને અચૂક મતદાન કરવાનું સમજાવવાનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે. મુંબઈ મહાનગરપાલિકાનાં કાર્યાલયોમાં કામકાજ માટે જતા લોકોને તેઓ મતદાન કરશે એની ખાતરી આપતા નિવેદન પર હસ્તાક્ષરની પણ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. ચૂંટણીપંચ તથા કલેક્ટર-ઑફિસો મતદાનની ટકાવારી વધવાની અપેક્ષા રાખે છે.

વૃદ્ધો અને અપંગોને મદદ માટે વ્યવસ્થા


કેટલીક સંસ્થાઓએ વૃદ્ધો અને અપંગોને મતદાન-મથક સુધી પહોંચવા અને પાછા લઈ જવા માટે વાહનની વ્યવસ્થા કરી છે. જુહુમાં નાગરિકોની ઍડ્વાન્સ્ડ લોકાલિટી મૅનેજમેન્ટ સંસ્થા તરફથી વૃદ્ધો અને અપંગોને મતદાન માટે વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણીપંચે પણ અપંગોને મદદ માટે હેલ્પલાઇન સહિતની જોગવાઈ કરી છે. ચૂંટણીપંચે અપંગોને ટ્રાન્સર્પોટ સર્વિસ માટે કૉન્ટૅક્ટ-નંબર્સ પણ સંબંધિતોને આપ્યા છે. અપંગો માટે વ્હીલચૅર, વિશિષ્ટ પ્રકારની બસ અને બ્રેઇલ લિપિ ધરાવતાં ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીનની પણ જોગવાઈ કરવામાં આવી છે. મતદાન-મથકથી ૧૦૦ મીટરના ક્ષેત્રમાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ અપંગો માટેનાં વાહનોને લાગુ કરવામાં નહીં આવે.

આટલાં આઇડેન્ટિટી કાર્ડ મતદાન માટે ગ્રાહ્ય?

૧. પાસર્પોટ

૨. ડ્રાઇવિંગ લાઇસન્સ

૩. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સરકારી માલિકીના ઉદ્યોગો-કંપનીઓ, સુધરાઈ-ગ્રામ પંચાયત-તાલુકા પંચાયત તરફથી તેમના કર્મચારીઓને આપવામાં આવેલાં ઓળખપત્રો

૪. ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટનું પૅન (પર્મનન્ટ અકાઉન્ટ નંબર) કાર્ડ

૫. વસ્તીગણતરીના સેન્સસ કમિશનરનું કાર્ડ

૬. એમ્પ્લૉયમેન્ટ ગૅરન્ટી સ્કીમ હેઠળ અપાયેલું જૉબ કાર્ડ

૭. લેબર મિનિસ્ટ્રીનું હેલ્થ કાર્ડ

૮. નિવૃત્ત કર્મચારીઓની ફોટોગ્રાફ ધરાવતી પેન્શન પાસબુક

૯. પેન્શન પેમેન્ટ ઑર્ડર

૧૦. વિધાનસભ્ય કે સંસદસભ્યે આપેલું આઇડેન્ટિટી કાર્ડ

૧૧. આધાર કાર્ડ

સમગ્ર મુંબઈના મતદારોની સંખ્યા - ૯૬.૩૯ લાખ

મતદાનનો સમય - સવારે ૭.૦૦થી સાંજે ૬.૦૦ વાગ્યા સુધી

મતદાન-મથકો

૨૬૦૧ - શહેર વિસ્તારમાં

૭૪૭૨ - ઉપનગર વિસ્તારમાં

૪૨૨ - સંવેદનશીલ મતદાન મથકો (આખા શહેરમાં)

૬૫ - સંવેદનશીલ મતદાન-મથકો પર સ્પેશ્યલ સિક્યૉરિટી

Whatsapp-channel Whatsapp-channel

29 April, 2019 07:49 AM IST | મુંબઈ | ચેતના યેરુણકર

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK