ગાંધીનગરમાં ત્રણ જિલ્લા પંચાયતમાં ખાલી પડેલી જગ્યા પર 29 ડિસેમ્બરે ચુંટણી

Published: Dec 03, 2019, 11:34 IST | Gandhinagar

રાજ્યમાં 41 તાલુકા પંચાયત અને ત્રણ જિલ્લા પંચાયતની ખાલી પડેલી બેઠક પર 29 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. જેમાં ગાંધીનગર તાલુકા પંચાયતની ઉનાવા બેઠકની ચૂંટણી યોજવામાં આવશે.

ગાંધીનગરમાં ઉનાવા ગામમાં ચુંટણી (PC : FirstPost)
ગાંધીનગરમાં ઉનાવા ગામમાં ચુંટણી (PC : FirstPost)

રાજ્યમાં 41 તાલુકા પંચાયત અને ત્રણ જિલ્લા પંચાયતની ખાલી પડેલી બેઠક પર 29 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. જેમાં ગાંધીનગર તાલુકા પંચાયતની ઉનાવા બેઠકની ચૂંટણી યોજવામાં આવશે. આ બેઠક ઉપર ભાજપના ઉમેદવારનો વિજયી થયો હતો. પણ તેમનું હૃદય રોગના હુમલાના કારણે અવસાન થતા પેટાચૂંટણી યોજાશે.

ઉનાવા ગામમાં ભાજપના વિજેતા ઉમેદવાર રાજેન્દ્રસિંહ ડાભીનું હૃદયરોગના હુમલાથી મોત થયું હતું
ગુજરાતના ગાંધીનગર તાલુકામાં આવેલા ઉનાવા ગામની બેઠક ઉપર ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ડાભી વિજય થયા હતા. ચૂંટણીને એક વર્ષ પૂર્ણ થયા બાદ રાજેન્દ્રસિંહનું હૃદયરોગના હુમલા કારણે મોત થયું હતું. ખાલી પડેલી બેઠક ઉપર ચૂંટણી યોજવામાં આવશે. ત્યારે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પેટા ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે.

9 ડિસેમ્બરથી ઉમેદવારી પત્રો ભરાશે અને 14 ડિસેમ્બર અંતિમ તારીખ
9 ડિસેમ્બરના રોજથી ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થશે. જ્યારે 14 ડિસેમ્બર ઉમેદવારો પત્ર સ્વીકારવાની અંતિમ તારીખ રહેશે. જ્યારે 29 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે અને 31 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

હાલ કોંગ્રેસ પાસે છે બહુમતી
અત્યારની સ્થીતી જોવા જઇએ તો ગાંધીનગર તાલુકા પંચાયતમાં બહુમતી કોંગ્રેસ પાસે છે
, પણ પ્રમુખ અને ઉપપ્રમુખ ભાજપના છે. તમામ સત્તા ભાજપ પાસે છે. જ્યારે કારોબારી ચેરમેન કોંગ્રેસના છે. પેટાચૂંટણીના પરિણામથી ભાજપ કે, કોંગ્રેસને કોઈ ખાસ ફરક પડે તેમ નથી. પરંતુ કોંગ્રેસ આ બેઠક ભાજપ પાસેથી આંચકી લેતો ભાજપના મનોબળને ઠેસ પહોંચી શકે છે. જ્યારે કોંગ્રેસ ફરીથી તાલુકા પંચાયતમાં સત્તા મેળવવા એડી ચોટીનું જોર લગાવશે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK