Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતની ૨૬ બેઠક માટે ભાજપના ૯૬ ઉમેદવારો તૈયાર

ગુજરાતની ૨૬ બેઠક માટે ભાજપના ૯૬ ઉમેદવારો તૈયાર

17 March, 2019 08:11 AM IST |

ગુજરાતની ૨૬ બેઠક માટે ભાજપના ૯૬ ઉમેદવારો તૈયાર

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી


લોકસભા ઇલેક્શન માટે બધી પાર્ટીઓ દ્વારા ઉમેદવારોની શોધ શરૂ થઈ ગઈ છે ત્યારે ભાજપ દ્વારા દિલ્હીમાં પહેલી યાદી જાહેર કરવા માટે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. બીજી તરફ ગુજરાતમાં લેવાયેલી સેન્સમાં ગુજરાતની ૨૬ બેઠક પરથી ભાજપના કુલ ૯૬ નેતાઓએ ઉમેદવારી નોંધાવી છે જેમાં સૌથી વધુ ઉમેદવારી સુરત માટે નોંધાઈ છે, જ્યારે સુરતની જ એક કહેવાય એવી નવસારી બેઠક માટે માત્ર એક જ ઉમેદવારી નોંધાઈ છે. સુરત માટે કુલ સોળ લોકોએ ઇલેક્શન લડવાની ઇચ્છા દર્શાવી હતી, જ્યારે નવસારી બેઠક પર એક જ નામ મળ્યું હતું જે અત્યારના સંસદસભ્ય સી. આર. પાટિલ છે.

ગુજરાત ભાજપના પ્રેસિડન્ટ જિતુ વાઘાણીએ કહ્યું હતું કે ‘સેન્સ લેવી એ સામાન્ય પ્રક્રિયા છે, એમાં ઇચ્છા વ્યક્ત કરે એનો અર્થ એવો નથી કે તેને ટિકિટ નહીં મળે તો તે નારાજ થશે. અમારામાં ૯૬ નામો આવ્યાં છે તો કૉન્ગ્રેસમાં જોઈ લેજો, ૧૯૬ ઉમેદવાર જાગશે અને છેલ્લી ઘડી સુધી બધા લડતા રહેશે.’



આ પણ વાંચોઃ અમિત શાહને ગાંધીનગરથી ચૂંટણી લડાવવા ભાજપમાં ઉઠી માગ


મજાની વાત એ છે કે કૉન્ગ્રેસે લીધેલી સેન્સમાં ભાજપ કરતાં ઓછાં નામો આવ્યાં હતાં અને ૨૬ બેઠક પરથી ૮૪ ઉમેદવારોએ લોકસભાનું ઇલેક્શન લડવાની ઇચ્છા દર્શાવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

17 March, 2019 08:11 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK