મોદી સરકાર હવે રેકડીવાળા, છુટક ધંધાર્થીઓ અને પાથરણાવાળાઓને આપશે અધિકાર

Published: Jun 05, 2019, 20:00 IST | નવી દિલ્હી

મોદી 2.0 સરકાર સત્તામાં આવતાની સાથે જ નવી યોજનાઓ બનાવવામાં લાગી ગઈ છે. જેના ભાગ રૂપે સરકારે આર્થિક સર્વે કરાવવાનો નિર્ણય કર્યો છે. આ સરવેમાં રેકડી, પાથરણાવાળાઅને પોતાનો નાનો છુટક ધંધો કરનારા લોકોને વેપારની મુખ્ય ધારામાં લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

નરેન્દ્ર મોદી (File Photo)
નરેન્દ્ર મોદી (File Photo)

મોદી 2.0 સરકાર સત્તામાં આવતાની સાથે જ નવી યોજનાઓ બનાવવામાં લાગી ગઈ છે. જેના ભાગ રૂપે સરકારે આર્થિક સર્વે કરાવવાનો નિર્ણય કર્યો છે. આ સરવેમાં રેકડી, પાથરણાવાળાઅને પોતાનો નાનો છુટક ધંધો કરનારા લોકોને વેપારની મુખ્ય ધારામાં લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ સાથે જ ૨૭ કરોડ ઘર અને ૭ કરોડ સંસ્થાનોનો સર્વે થશે. આ સર્વે જૂન મહિનાના અંતિમ અઠવાડિયામાં શરૂ કરવામાં આવશે. આ સર્વે પુરો થયાના ૬ મહિના બાદ દેશની આર્થિક સ્થિતીનો ચિત્તાર મળશે. ગત આર્થિક સર્વે યુપીએ સરકારના સાશનમાં વર્ષ ૨૦૧૩માં થયો હતો. દેશમાં દર ૫ વર્ષે આર્થિક સર્વે કરવામાં આવે છે.

સર્વેમાં રેકડી ધારકોનો પણ સમાવેશ થશે
આ પહેલા કરવામાં આવેલ આર્થિક સર્વેમાં શિક્ષકો
, આંગણવાડીની બહેનો, આશા વર્કર વગેરે આ સરવેની કામગીરી કરતા હતા. પરંતુઆ વર્ષે સર્વે સીએસી એજન્સીને આપવામાં આવશે. એજન્સી પોતાના જન સેવા કેન્દ્રો મારફતે સર્વે કરાશે. નવા અધિકારો મળશે. એસકોર્ટ સિકયોરિટીના રિસર્ચ હેડ આસિફ ઇકબાલે ન્યૂઝ ૧૮ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આર્થિક સરવેમાં રેકડી ધારકોનો સમાવેશ કરવાથી તે તમામ મેઇનસ્ટ્રીમમાં આવી જશે. સરકાર તેમના માટે પણ કાયદો અને યોજના બનાવશે અને તેમને પણ અધિકારો મળશે.

Narendra Modi govt (PC : PTI)

આવી રીતે થશે સર્વે
શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં અલગ અલગ સર્વેયર કામ કરશે. તેઓ ઘરે ઘરે જઈ આર્થિક માપદંડના આધારે સર્વે કરશે. સરવેની કામગીરી ઓનલાઇન કરવામાં આવશે. તમામ ગણતરી પેપર લેસ થશે. મોબાઇલ અથવા ટેબલેટના માધ્યમથી સર્વે કરવામાં આવશે. તમામ ડિટેલ સોફ્ટવેરમાં અપલોડ કરવામાં આવશે.

દરેક પરિવારને રૂ. ૨૦ મળશે
સર્વેમાં કામ કરનારા સર્વેયરને પ્રતિ પરિવાર રૂ 15-20 નું મહેનતાણું આપવામાં આવશે. આશરે 20 કરોડ પરિવારનો આર્થિક સર્વેમાં સમાવેશ કરાય તેવી શકયતા છે.
  સર્વે પાછળ સરકારને આશરે રૂ. 300 કરોડનો ખર્ચ થશે. આ સર્વેથી સરકાર પાસે નક્કર ડેટા આવી જશે કે કોણ અને કેટલા લોકો રોજગારથી બાકાત છે. રાજ્યો પાસેથી પણ ડેટા મંગાવવામાં આવ્યો છે. આર્થિક સર્વેક્ષણને બિલકુલ વસ્તી ગણતરી પૂર્ણ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ આ આર્થિક સર્વેક્ષણથી ક્રોપ પ્રોડ્કશન, પ્લાન્ટેશન, ડિફેન્સ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને કંપલસરી સોશિયલ સિકયોરિટી સર્વિસિઝને બહાર રાખવામાં આવી છે. તેના માટે તાજેતરમાં જ દિલ્હીમાં એક ટ્રેનિંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં ટોચના અધિકારીઓએ ભાગ લીધો હતો. આ પ્રકારે દેશમાં ૬૦૦૦ જગ્યાઓ પર કાર્યક્રમ યોજાયો હતો. મહત્વપૂર્ણ વાત એ છે કે આ સર્વેક્ષણમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે દેશમાં અત્યાર સુધી ૬ વખત આર્થિક સર્વેક્ષણ અને ગણતરી થઇ ચૂકી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK