કોઈ દેશનો પ્રમુખ આખા શરીરે ટૅટૂ ધરાવતો હોય એવું પહેલી વાર બનશે

Published: 23rd September, 2012 05:08 IST

કોઈ રાષ્ટ્રનો પ્રમુખ ચહેરા સહિત આખા શરીરે ટૅટૂ ધરાવતો હોય એવું હજી સુધી ક્યારેય બન્યું નથી, પણ આવતા વર્ષે એવું બને એવી પ્રબળ શક્યતા છે.

યુરોપિયન દેશ ચેક રિપબ્લિકમાં ૨૦૧૩માં પ્રમુખપદ માટેની ચૂંટણી યોજાવાની છે. એમાં ૫૩ વર્ષના વ્લાદિમીર ફ્રેન્ઝની જીતવાની પૂરેપૂરી શક્યતા છે. ચેક યુનિવર્સિટીમાં ડ્રામા અને થિયેટરના પ્રોફેસર એવા વ્લાદિમીર ફ્રેન્ઝના શરીરના ૯૦ ટકા ભાગ પર ટૅટૂ ચીતરાવેલાં છે. હાલના પ્રમુખ વેકલેવ ક્લાઓસને સ્થાને તેઓ પ્રમુખ બને એવા ૧૦૦ ટકા ચાન્સ છે. ક્લાઓસ ૨૦૦૩થી ચેક રિપબ્લિકના પ્રમુખ છે અને હવે દેશના લોકોમાં તેમની વિરુદ્ધ ભારે નારાજગી છે. એની સામે વ્લાદિમીર ફ્રેન્ઝની લોકપ્રિયતામાં દિવસે-દિવસે વધારો થઈ રહ્યો છે. ફ્રેન્ઝ પોતે કાયદાના સ્નાતક છે, પણ કળા પ્રત્યેના લગાવને કારણ તેમણે નાટકનું ક્ષેત્ર પસંદ કર્યું હતું. હાલમાં જ હજારોની સંખ્યામાં લોકોએ પત્ર લખીને ફ્રેન્ઝને પોતાનું સમર્થન આપ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK