Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બાથરૂમ વાપરવાને મામલે ઝગડો થતા પત્ની સામે ફરિયાદ

બાથરૂમ વાપરવાને મામલે ઝગડો થતા પત્ની સામે ફરિયાદ

12 March, 2020 08:51 PM IST | Ahmedabad
Mumbai Desk

બાથરૂમ વાપરવાને મામલે ઝગડો થતા પત્ની સામે ફરિયાદ

બાથરૂમમાંથી મામલો બિચક્યો

બાથરૂમમાંથી મામલો બિચક્યો


અમદાવાદમાં રહેતા સબ્બિર ગાંધીએ પોતાની પત્ની જોલી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેણે પોતાની પત્ની પર આક્ષેપ મૂક્યો છે કે તેણી સબ્બીર તેને પોતાનું બાથરૂમ વાપરવા દે તે અંગે દબાણ કરતી હતી અને અને જ્યારે સબ્બીરે તેની ના પાડી ત્યારે પત્નીએ ધમકી આપી કે તે તેને કોઇ પણ કેસમાં ભેરવીને જેલ ભેગો કરી દેશે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં આ રિપોર્ટ આવ્યો હતો કે ટ્રાવેલ એજન્ટ તરીકે કામ કરનારા સબ્બીરે જોલી સામે એફઆઇઆર નોંધાવતા કહ્યું કે પોતે જ્યારે ઑફિસ જવા નીકળતો હતો ત્યારે આ ઘટના ઘટી હતી. એફઆઇઆરમાં તેમે લખ્યું છે કે, "હું તૈયાર થઇને નીકળી રહ્યો હતો ત્યારે મારી પત્ની જોલી મારા રૂમમાં આવી અને તેણે કહ્યું કે તે મારા બાથરૂમનો ઉપયોગ કરવા માગે છે અને મેં તેને કહ્યું કે તેના રૂમમાં બાથરૂમ હોવા છતાં તે અહીં શા માટે નાહવા માગે છે." જોલીએ પતિનાં બાથરૂમમાં નાહવા અંગે દબાણ કર્યું અને જ્યારે પતિએ આ વાતની મંજુરી ન આપી તો તેણે પતિને આનો અંજામ બુરો આવશે અને તે પતિને બહુ હેરાન કરશે તેવી ધમકીઓ આપી. પત્નીએ એમ પણ કહ્યુ કે તે ગાંધીને કોઇ પેચીદા કેસમાં ફસાવી દેશે. મામલો બિચકતાં સબ્બીરે પોલીસનો સંપર્ક કરીને આ વાત જણાવી હતી અને ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

12 March, 2020 08:51 PM IST | Ahmedabad | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK