સમગ્ર દેશમાં અનલૉક-2માં જેમ કોરોનાના કેસોએ ૪૦૦૦૦, ૫૦૦૦૦ની પીક પકડી તેમ હવે અનલૉક-3માં ૬૦૦૦૦ કેસની પીક પકડાઈ ગઈ હોય તેમ સતત બીજા-ત્રીજા દિવસે કેસ ૬૧૦૦૦ કરતાં વધારે સામે આવ્યા હતા. આ સાથે કેસનો આંકડો ૨૦ લાખને પાર જઈને ગણતરીના કલાકોમાં ૨૧ લાખ પર પહોંચી જાય તો નવાઈ નહીં. શનિવારે સવારે છેલ્લા ૨૪ કલાકના આંકડા જાહેર કરવામાં આવ્યા ત્યારે ૬૧,૪૫૫ કેસ સામે આવ્યા હતા. આ જ સમયગાળામાં શુક્રવારે ૯૩૭ લોકોનાં મોત થયાં હતાં. અનલૉક-2ની જેમ અનલૉક-3માં પણ હવે કેસ વધી રહ્યાનું ચિત્ર ઊપસી રહ્યું છે. દરમ્યાન યુપીમાં ગાઇડલાઇનના ઉલ્લંઘન બદલ અત્યાર સુધી કલમ ૧૮૮ હેઠળ કુલ ૧ લાખ ૭૪ હજાર ફરિયાદ નોંધવામાં આવી છે. કુલ કેસોની સંખ્યા વધીને ૨૦,૮૬,૮૬૪ થઈ છે જે ૨૧ લાખને પાર થઈ શકે તેમ છે. સારવાર હેઠળના કેસોની સંખ્યા ૬,૧૬,૧૬૦ થઈ છે અને સાજા થયેલા લોકોની સંખ્યા ૧૪ લાખને પાર થઈ ગઈ છે.
દેશમાં સંક્રમિતોનો આંકડો ૨૦ લાખ ૮૬ હજાર ૮૬૪ થઈ ગયો છે. સતત બીજા દિવસે ૬૧ હજારથી વધુ દરદીઓની પુષ્ટી થઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬૧ હજાર ૪૫૫ લોકોનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.
10 હજારથી ઓછા કોરોનાના કેસ નોંધાયા, 20 લાખથી વધુને મળી ચૂકી છે વેક્સિન
26th January, 2021 10:45 ISTLalu Prasad Yadavની હાલત ગંભીર, ચાર્ટર્ડ પ્લેનથી દિલ્હી લઈ જવામાં આવશે
23rd January, 2021 15:53 ISTCovid-19: છેલ્લા 24 કલાકમાં 14 હજાર નવા કેસ મળ્યા, 152 લોકોનું મોત
23rd January, 2021 11:04 ISTદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,545 કેસ નોંધાયા, સક્રિય કેસ ઘટ્યા
22nd January, 2021 13:57 IST