Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદમાં રેડ ઝોનમાં: ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ભયાનક અને ચિંતાજનક

અમદાવાદમાં રેડ ઝોનમાં: ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ભયાનક અને ચિંતાજનક

07 May, 2020 03:35 PM IST | Gandhinagar
Agencies

અમદાવાદમાં રેડ ઝોનમાં: ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ભયાનક અને ચિંતાજનક

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આખરે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે એ બાબતનો સ્વીકાર કર્યો છે કે મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ કોરોનાની સ્થિતિ ખૂબ જ ગંભીર અને ચિંતાજનક છે. ખાસ કરીને અમદાવાદને બચાવવા અને લૉકડાઉનના કડક અમલ માટે બીએસએફની કંપનીઓ ઉતારવાનો મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ-બીએસએફની આ ટુકડીઓને અમદાવાદના રેડ ઝોનમાં તહેનાત કરવામાં આવશે, કેમ કે રેડ ઝોનમાંથી જ સૌથી વધુ પૉઝિટિવ કેસો બહાર આવી રહ્યા છે.

છેલ્લા કેટલાક દિવસોથી રોજેરોજ ૨૫૦ કરતાં વધુ કેસો એકલા અમદાવાદમાંથી જ આવી રહ્યા છે અને લોકો એની ગંભીરતા સમજ્યા વગર બહાર ફરીને પોતાનો અને બીજાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. એમ મનાય છે કે પોલીસ તંત્ર લૉકડાઉનનું પાલન કરાવવામાં નિષ્ફળ નીવડ્યું હોવાથી છેવટે પૅરામિલિટરીની ટુકડીઓને ઉતારવાનો નિર્ણય લેવાયો છે.



કેન્દ્રના આરોગ્યપ્રધાન ડૉ. હર્ષવર્ધને એમ કહ્યું છે કે તેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના આરોગ્ય સત્તાવાળાઓ સાથે વાત કરી છે અને ત્યાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે, ચિંતાજનક છે. તેમની આ કબૂલાત જ કહી રહી છે કે અમદાવાદમાં કેટલી ખરાબ સ્થિતિ છે. અને એમ પણ મનાય છે કે અમદાવાદમાં કોરોના સંક્રમણનો કમ્યુનિટી ટ્રાન્સમિશનનો ખતરનાક તબક્કો ચાલી રહ્યો છે. પરંતુ સત્તાવાળાઓ એનો ઇનકાર કરી રહ્યા છે.


રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ આજે પ્રેસ-કૉન્ફરન્સને સંબોધીને જણાવ્યું કે રેડ ઝોનમાં અને કન્ટેનમેન્ટ વિસ્તારમાં સંક્રમણ વધે નહીં એ માટે અને એ વિસ્તારમાં સંક્રમણ બહારના વિસ્તારમાં ફેલાય નહીં એ પૂરતી ફોર્સ સાથે સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર તરફથી પૅરામિલિટરીની વધુ ૭ કંપનીઓ ફાળવવામાં આવી છે જેમાં ૬ કંપની બીએસએફની અને એક કંપની સીઆઇએસએફનીનો સમાવેશ થાય છે. એમાંથી અમદાવાદના કન્ટેનમેન્ટ એરિયા માટે બીએસએફની ચાર કંપનીઓ ફાળવવામાં આવી છે અને સાથે જ આરએએફની એક કંપની પણ ફાળવવામાં આવી છે. અગાઉની ૩ અને હાલની પાંચ કંપનીઓ મળી કુલ ૮ કંપનીઓથી કન્ટેનમેન્ટ વિસ્તારની અભેદ્ય કિલ્લાબંધી કરવામાં આવશે. આમ અમદાવાદમાં એસઆરપી અને પૅરામિલિટરીની મળીને કુલ ૩૮ કંપનીઓ ફાળવવામાં આવી છે.

૧૦થી ૧૫ દિવસમાં શ્રમિકોને વતન મોકલવાની કામગીરી પૂરી કરી દેવાશે


કોરોનાના કારણે હાલમાં ગુજરાતમાં પરિસ્થિતિ વકરી રહી છે ત્યારે પરપ્રાંતીયોને પોતાના વતન મોકલવા માટે સરકારે ઝુંબેશ ઉપાડી છે અને રોજ ઘણી ટ્રેનો અહીંથી રવાના કરવામાં આવે છે. ત્યારે સીએમ સચિવ અશ્વિનીકુમારની પ્રેસ-કૉન્ફરન્સ યોજાઈ હતી અને એમાં તેમણે તમામ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે જે પણ પોતાના વતન જવા ઇચ્છતા હોય એ તમામને મદદ કરવામાં આવશે અને ઘરે પહોંચાડાશે. જ્યાં સુધી પરપ્રાંતીય જવા સચ્છતા હોય તેમને સારી રીતે પહોંચાડવાની વ્યવસ્થા કરવાની રહેશે. ધક્કામુક્કી કે અવ્યવસ્થા વગર એ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે. ગઈ કાલ સુધીમાં ૩૯ ટ્રેનોમાં ૪૬ હજાર જેટલા પરપ્રાંતીયો રવાના થયા છે. આજે બીજી ૩૦ ટ્રેનનું આયોજન છે. ગુજરાતમાંથી ઉત્તર પ્રદેશમાં જશે. યુપીમાં ૧૮, બિહારમાં ૭ ટ્રેન જશે. સાંજ સુધીમાં ૮૨ હજાર ૮૦૦ જેટલા પરપ્રાંતીયો રવાના થશે. આજે પોણાચાર લાખ સુધીનો આંકડો પહોંચી ગયો છે. મુખ્ય પ્રધાને પરપ્રાંતીયોને ધીરજ ધરવાની અપીલ કરી છે. આ કામગીરી ૧૦થી ૧૫ દિવસમાં પૂરી કરી દેવાશે. જો જરૂર પડશે તો એમાં વધારો કરવામાં આવશે. પરપ્રાંતીયો માટે તેમણે જણાવ્યું કે જ્યાં સુધી જિલ્લા વહીવટ તંત્ર તથા અધિકૃત કરાયેલા સમાજ તરફથી જાણ કરવામાં નહીં આવે કે કેટલા વાગ્યે બસમાં બેસવાનું છે ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળો. રોડ પર આવવાથી ટોળું ભેગું કરવાથી કોઈ ફાયદો નથી. આ પૉઇન્ટ ટુ પૉઇન્ટ ઑપરેશન છે. વ્યક્તિ ખોટી ટ્રેનમાં બેસી જશે તો તેને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે.

Whatsapp-channel Whatsapp-channel

07 May, 2020 03:35 PM IST | Gandhinagar | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK