Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ : થાણેમાં કોવિડ-19 સ્ક્રી​નિંગ જ જોખમી

મુંબઈ : થાણેમાં કોવિડ-19 સ્ક્રી​નિંગ જ જોખમી

14 July, 2020 07:38 AM IST | Mumbai
Ranjeet Jadhav | ranjeet.jadhav@mid-day.com

મુંબઈ : થાણેમાં કોવિડ-19 સ્ક્રી​નિંગ જ જોખમી

સિનિયર સિટિઝનનું સ્ક્રીનિંગ ગ્લવ્ઝ પહેર્યા વિના જ થઈ રહ્યું હોવાની તસવીરો વાઇરલ

સિનિયર સિટિઝનનું સ્ક્રીનિંગ ગ્લવ્ઝ પહેર્યા વિના જ થઈ રહ્યું હોવાની તસવીરો વાઇરલ


થાણેમાં કોવિડ-19ના કેસ વધી રહ્યા છે એને પગલે થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (ટીએમસી)એ પૉઝિટિવ કેસને ટ્રેસ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવી દીધી છે અને સાથે જ ચેકઅપ માટે ડોર-ટુ-ડોર વિઝિટ થઈ રહી છે. થાણેના એક કાર્યકરે આ પગલાને આવકાર્યું છે, પણ સાથે-સાથે એવો આક્ષેપ પણ કર્યો છે કે પ્રત્યેક તપાસ પછી પલ્સ ઑક્સિમીટરની સફાઈ કરવી, ચેકઅપ કરનાર કર્મચારીઓએ હૅન્ડ-ગ્લવ્ઝ પહેરવાં વગેરે જેવી મૂળભૂત કાળજી રાખવામાં નથી આવતી.

થાણેના પર્યાવરણવાદી અને કાર્યકર રોહિત જોષીએ નોંધ્યું છે કે ડોર-ટુ-ડોર સ્ક્રીનિંગ કરી રહેલી ટીએમસીની ટીમ ટેસ્ટિંગ કરવા દરમ્યાન સલામતીના પાયાના નિયમોનું પાલન કરતી નથી. ‘મિડ-ડે’ સાથે વાત કરતાં જોષીએ કહ્યું કે ‘મેં થાણે મ્યુનિસિપલની હદમાં ટેસ્ટિંગની પ્રક્રિયાને વેગવાન બનાવી એનો મને આનંદ છે, પણ અંગત રીતે મારું માનવું છે કે તેમણે દરેક વ્યક્તિનું ટેસ્ટિંગ કર્યા બાદ ઑક્સિમીટરને સૅનિટાઇઝ કરવાં જોઈએ. આમ નથી થઈ રહ્યું. વળી લોકોનું સ્ક્રીનિંગ કરી રહેલા ટીમના સભ્યો હૅન્ડ-ગ્લવ્ઝ પણ નથી પહેરતા, જે ટેસ્ટ કરનાર વ્યક્તિ અને જેમનું સ્ક્રીનિંગ થઈ રહ્યું છે એ સમુદાયના સભ્યો માટે જોખમી છે.’



જોષીએ ફેસબુક પર એક સિનિયર સિટિઝનના સ્ક્રીનિંગની તસવીરો પોસ્ટ કરી હતી, જેમાં ચેકઅપ કરી રહેલા ટીએમસીની ટીમના સભ્યએ હૅન્ડ-ગ્લવ્ઝ નહોતાં પહેર્યાં.


ટીએમસીના નૌપાડા-કોપરીના વૉર્ડ-ઑફિસર પ્રનિલ ઘોંગેએ આ સંદર્ભે જણાવ્યું કે ‘અમે અમારા વૉર્ડમાં કોવિડ-19 માટે સઘન સ્ક્રીનિંગ હાથ ધર્યું છે અને એક કરતાં વધુ ટીમ ડોર-ટુ-ડોર વિઝિટ કરીને આઇઆર થર્મોમીટર તથા ઑક્સિમીટર વડે લોકોનું ચેકઅપ કરી રહી છે. ટીમના સભ્યોને સૂચના આપવામાં આવી છે કે રીડિંગ કરતાં પહેલાં અને પછી ટીમને આપવામાં આવેલા સૅનિટાઇઝર્સ વડે વ્યક્તિની આંગળી સાફ કરવી.’

તેમણે એ પણ નોંધ્યું છે કે ઑક્સિમીટરને વારંવાર સૅનિટાઇઝ કરવાથી એને નુકસાન પહોંચી શકે છે એટલે આ સૂચના આપવામાં આવી છે.


જ્યારે તેમને જોષીએ કરેલા આક્ષેપથી વાકેફ કરવામાં આવ્યા ત્યારે તેમણે જણાવ્યું કે ‘જો આમ થઈ રહ્યું હોય તો અમે ટીમના સભ્યોને ફરીથી સૂચના આપીશું અને સૅનિટાઇઝેશનનું મહત્ત્વ સમજાવીશું.’

ડોર-ટુ-ડોર વિઝિટ કરીને આઇઆર થર્મોમીટર તથા ઑક્સિમીટર વડે લોકોનું ચેકઅપ કરી રહી છે. ટીમના સભ્યોને સૂચના આપવામાં આવી છે કે રીડિંગ કરતાં પહેલાં અને પછી ટીમને આપવામાં આવેલા સૅનિટાઇઝર્સ વડે વ્યક્તિની આંગળી સાફ કરવી.
- પ્રનિલ ઘોંગે, ટીએમસીના નૌપાડા-કોપરીના વૉર્ડ-ઑફિસર

Whatsapp-channel Whatsapp-channel

14 July, 2020 07:38 AM IST | Mumbai | Ranjeet Jadhav

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK