Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > CM રૂપાણીના કારના કાફલાને નડ્યો અકસ્માત, Dysp સહિત 4 લોકો ઇજાગ્રસ્ત

CM રૂપાણીના કારના કાફલાને નડ્યો અકસ્માત, Dysp સહિત 4 લોકો ઇજાગ્રસ્ત

25 April, 2019 03:03 PM IST | સાબરકાંઠા

CM રૂપાણીના કારના કાફલાને નડ્યો અકસ્માત, Dysp સહિત 4 લોકો ઇજાગ્રસ્ત

CMના કાફલાને નડ્યો અકસ્માત

CMના કાફલાને નડ્યો અકસ્માત


સીએમ વિજય રૂપાણીના કાફલાની કારને અકસ્માત નડ્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના કાફલાની પાઈલટ કાર અને એક જીપ વચ્ચે અકસ્માત સર્જાયો છે. અંબાજી નજીક આ ઘટના બની છે.

મળતી માહિતી પ્રમાણે સીએમ વિજય રૂપાણીના કાફલાની પાઈલટ કાર અંબાજીથી પાછી ફરી રહી હતી. સીએમ વિજય રૂપાણી પત્ની અંજલીબહેન સાથે વહેલી સવારે અંબાજી મંદિરે દર્શન માટે ગયા હતા. અંબાજીથી પરત ફરતી વખતે આ અકસ્માત સર્જાયો છે. સીએમ વિજય રૂપાણીનો કાફલો જ્યારે પાછો ફરતો હતો ત્યારે કાફલામાં પાછળ આવી રહેલી પાઈલટ કારના રસ્તામાં અચાનક જંગલી ભૂંડ આવી જતા અકસ્માત સર્જાયો.



આ પણ વાંચોઃ લોકસભા 2019: ગુજરાત દિગ્ગજોએ નિભાવી પોતાની ફરજ, જુઓ તસવીરો


પાઈલટ કાર જીપ સાતે અથડાઈ હતી. જેને કારણે અકસ્માત સર્જાયો. જીપમાં સવાર 3 મુસાફરોને ઈજા પહોંચી છે. તો પાઈલટ કારમાં સવાર પોલીસ કર્મચારીને પણ ઈજાગ્રસ્ત પહોંચી છે. આ અકસ્માતને કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ થઇ ગયો હતો. હાલ પોલીસે આ મામલામાં તપાસ હાથ ધરી છે.

 


 

Whatsapp-channel Whatsapp-channel

25 April, 2019 03:03 PM IST | સાબરકાંઠા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK