13 વર્ષના બાળકને હવે રાજકીય નેતાઓના ફૉન કૉલ, મદદનો આપ્યો ભરોસો

Updated: Jul 26, 2020, 15:20 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai Desk

બાળક અને તેમના પરિવારજનોનો દાવો છે કે તેમને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પીએનો પણ ફોન કૉલ આવ્યો છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી તમારી સાથે વાત કરશે.

ઇંડાની લારી ચલાવનાર પારસ
ઇંડાની લારી ચલાવનાર પારસ

નગર નિગમ કર્મચારીઓ દ્વારા લારીવાળા પર કાર્યવાહી દરમિયાન ઇંડાની લારી પલટાવવાની ઘટના પછી પીડિત બાળકની મદદ માટે સતત લોકો આગળ આવી રહ્યા છે. કેટલાય જનપ્રતિનિધિ બાળકની મદદ કરી ચૂક્યા છે. મદદ કરનારામાં હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નામ પણ જોડાયું છે. તેમના તરફથી એક મેડમે બાળકના પરિજનોને કૉલ કરીને બન્ને ભાઇઓને 5-5 લાખ રૂપિયાની મદદનો વિશ્વાસ અપાવ્યો છે. તો, બાળક અને તેમના પરિવારજનોનો દાવો છે કે તેમને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પીએનો પણ ફોન કૉલ આવ્યો છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી તમારી સાથે વાત કરશે.

મળતી માહિતી પ્રમાણે ઘટનાનો વીડિયો વાયરલ થયા પછી 13 વર્ષના પારસની મદદ માટે ઘણાં લોકો આગળ આવ્યા છે. પારસના નાના વિજય રાયકવારે જણાવ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએનો ફોન આવ્યો હતો. મેડમે કહ્યું કે પારસ અને પારસના ભાઇને પાંચ-પાંચ લાખ રૂપિયાની મદદનો વિશ્વાસ અપાવ્યો છે. કૉંગ્રેસ રાજ્યસભા સભ્ય દિગ્વિજય સિંહે લારી સંચાલિત કરનાક બાળક સુધી રૂપિયા 10 હજારની મદદ પહોંચાડી છે અને બન્નેનું ભણતર પૂરું કરવાની જવાબદારી લેવાનું આશ્વાસન આપ્યું છે. તો, ઇંડા વેચનાર પારસને સાઇકલ અને ઘર અલૉટમેન્ટ માટે વિધેયક રમેશ મેંદોલાએ નિગમ આયુક્તને પત્ર લખ્યો છે. આ સિવાય શહેર કૉંગ્રેસ અધ્યક્ષ વિનય બાકલીવાલે પણ બાળકને 5 હજાર રૂપિયા મદદ તરીકે આપ્યા છે.

આ છે આખી ઘટના
પિપલિયહાના ચારરસ્તે 13 વર્ષનો પારસ પરિવાર સાથે ઇંડાની લારી પર આજિવીકા કમાવી રહ્યો હતો. બાળકે જણાવ્યું કે તેણે સવારે લારી લગાડી રાખી હતી. નિગમની ટીમ ગાડી લઈને આવી અને કહ્યું કે અહીંથી લારી હટાવી લે, નહીંતર જપ્ત કરી લેશે. તેઓ 100 રૂપિયા માગી રહ્યા હતા, ન આપ્યા તો લારી હટાવવા કહ્યું. આ દમિયાન લારી પલટાઇ ગઈ અને તેના બધાં ઇંડા ફૂટી ગયા. રસ્તા પર વિખરાયેલા ઇંડા જોઈ બાળક અને પરિવારજનો નિગમકર્મચારીઓ પ્રત્યે રોષ વ્યક્ત કરી રહ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK