ચીનના ત્રીજા સૌથી અમીર અરબપતિ અને કરોડો લોકો માટે પ્રેરણાસ્રોત રહેલા જેક મા અચાનકથી દુનિયાની સામે પ્રગટ થયા છે. ત્યાંના સરકારી મીડિયા પ્રમાણે જેક માએ બુધવારે ચીનના ૧૦૦ ગ્રામીણ શિક્ષકો સાથે વીડિયો લિંક દ્વારા વાતચીત કરી છે. જેક માએ શિક્ષકોને કહ્યું કે જ્યારે કોરોના વાઇરસ ખતમ થઈ જશે ત્યારે આપણે ફરીથી મળીશું.
જેક માને અંગ્રેજી શિક્ષકથી સાહસી બનનારા ગણાવવામાં આવ્યા છે. જેક માના પરિચયમાં અલીબાબાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, જેની સ્થાપના તેણે પોતે કરી છે. ચીનમાં તેવી ચર્ચા થઈ રહી છે કે જેક માની કંપની અલીબાબાનું સંચાલન ચીની સરકાર પોતાના હાથમાં લઈ શકે છે. આ પહેલાં દુનિયાભરમાં પ્રખ્યાત ચીનના સૌથી અમીર લોકોમાંથી એક જેક માના ગાયબ થવા બાદ ઘણા પ્રકારના સવાલો ઊભા થયા હતા. જેક માએ દેશના ‘વ્યાજખોર’ જાહેર ક્ષેત્રની બૅન્કોની આકરી ટીકા કરી હતી.
Women's Day:જ્યારે દહેજ દૂષણના વિરોધમાં ડૉ. વિભૂતિ પટેલે છોડ્યું સોનું
6th March, 2021 16:53 ISTઆજે વિશ્વાસનો મત જીતશે ઇમરાન ખાન?
6th March, 2021 13:21 ISTસ્વીડનમાં સાત જણને છરો મારનાર અફઘાન આરોપી માનસિક રોગી
6th March, 2021 13:17 ISTન્યુ ઝીલૅન્ડમાં આવ્યો ૮.૧ની તીવ્રતાનો ભૂકંપ,રાતે સતત આંચકા અનુભવાતાં ભય
6th March, 2021 13:14 IST