છત્તીસગઢ: સુરક્ષા દળોએ 4 નક્સલીઓને ઠાર માર્યા

Published: Jul 06, 2019, 15:13 IST

છત્તીસગઢના નક્સલ પ્રભાવત વિસ્તાર ધમતરી જિલ્લામાં સુરક્ષા દળો સાથેની મુઠભેડમાં 3 મહિલાઓ સહિત 4 નક્સલીઓને ઠાર માર્યા છે. હાલ આ નક્સલીઓની તપાસ હાથ ધરાઈ છે

સુરક્ષા દળોએ 4 નક્સલીઓને ઠાર માર્યા
સુરક્ષા દળોએ 4 નક્સલીઓને ઠાર માર્યા

છત્તીસગઢના નક્સલ પ્રભાવત વિસ્તાર ધમતરી જિલ્લામાં સુરક્ષા દળો સાથેની મુઠભેડમાં 3 મહિલાઓ સહિત 4 નક્સલીઓને ઠાર માર્યા છે. હાલ  નક્સલીઓની તપાસ હાથ ધરાઈ છે. પોલીસ અનુસાર આ મુઠભેડ શનિવારે ખલ્લારી અને મેચકા ગામની વચ્ચે મધ્ય જંગલમાં પોલીસ STF સાથે થઈ હતી.

ઘટનાની માહિતી આપતા નક્સલ ઓપરેશનના વિશેષ ઓફિસર કેપી ચંદેલે કહ્યું હતું કે, STF અને DRGની ટીમને જ્યારે માદા ગિરીના પહાડોમાં નકસલી છુપાયા હોવાના સમાચાર મળ્યા ત્યારે તપાસ અભિયાન હાથ ધરાયું હતું. બન્ને ટીમોના જવાનોએ એકસાથે જ્યારે જિલ્લાના નક્સલ પ્રભાવિત મેચકા થાના ક્ષેત્રના માદાગિરી જંગલમાં પહોચ્યા તો નકસ્લીઓ દ્વારા જવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો અને જવાબી કાર્યવાહીમાં 4 નક્સલીઓને ઠાર માર્યા હતા. આ ચાર નક્સલીઓમાંથી 3 નક્સલી મહિલા હતી.

આશરે 1 કલાક સુધી ચાલેલી મુઠભેડમાં અન્ય નક્સલીઓ જંગલનો ફાયદો ઉપાડીને ભાગી ગયા હતા. સુરક્ષા દળો અનુસાર મુઠભેડમાં નક્સલીઓનો ગોળી વાગવાથી એક સાથી ઈજાગ્રસ્ત થયો હતો જેના તેઓ સાથે લઈ ગયા છે. હાલ ભાગી ચૂકેલા નક્સલીઓની તપાસ કરાઈ રહી છે. અને સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK