પાંચમી જાન્યુઆરીએ યોજાયેલા ચંદુ મૌર્યના લગ્ન-સમારંભનો વિડિયો વાઇરલ થયો છે, કારણ કે, ચંદુએ તે દિવસે એક નહીં, બે-બે કન્યા સાથે પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં.
ત્રણ વર્ષ અગાઉ માઓવાદીથી ત્રસ્ત છત્તીસગઢ રાજ્યના બસ્તર જિલ્લામાં રહેતો સીમાંત ખેડૂત અને શ્રમિક ૨૪ વર્ષનો ચંદુ મૌર્ય ટોકપાલ વિસ્તારમાં વીજળીનો થાંભલો લગાવવા ગયો હતો ત્યારે તે ૨૧ વર્ષની આદિવાસી કન્યા સુંદરી કશ્યપને મળ્યો હતો. બન્ને પ્રેમમાં પડ્યાં હતાં અને ફોનથી સંપર્કમાં રહ્યાં હતાં.
એક વર્ષ પછી ૨૦ વર્ષની હસીના બઘેલ સંબંધીનાં લગ્નમાં ચંદુના ગામ તિક્રાલોંગા ગઈ હતી, ત્યાં ચંદુ તેના પણ પ્રેમમાં પડ્યો હતો.
હસીના અને સુંદરીએ એકમેક વિશે જાણ્યું હતું અને બન્ને મારી સાથે સબંધ રાખવા તૈયાર થઈ હતી. અમે ફોન પર સંપર્કમાં હતાં, પણ એક દિવસ હસીના મારા ઘરે મારી સાથે રહેવા આવી ગઈ અને જ્યારે સુંદરીને આની જાણ થઈ ત્યારે તે પણ મારા ઘરે આવી ગઈ. ત્યારથી અમે એક પરિવારની માફક ઘરમાં રહીએ છીએ એમ ચંદુએ જણાવ્યું હતું.
પરિવારજનો અને ગ્રામજનોએ વાંધો ઉઠાવતાં ચંદુએ બન્ને સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું.
આ પેઇન્ટિંગ નહીં, કટઆઉટ્સ છે જેમાં કુદરતી વાતાવરણે રંગ પૂર્યા છે
17th January, 2021 09:16 ISTઆંદોલનકારી ખેડૂતોના સમર્થનમાં કેરળથી કાશ્મીર સુધી સાઇકલ-સવારી
17th January, 2021 09:15 ISTપગ છે જ નહીં અને હાથ પણ અર્ધવિકસિત છે છતાં ૨૪ વર્ષના યુવકની સાહસિકતા દંગ રહી જવાય એવી છે
17th January, 2021 09:07 ISTસ્કિન કૅર પ્રોડક્ટ્સ પર દોષ ઢોળ્યો ભૂતપૂર્વ બ્યુટી ક્વીને
17th January, 2021 08:59 IST