Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જેના પર વિશ્વાસ મૂક્યો તેણે જ કર્યો વિશ્વાસઘાત દીવા તળે અંધારું

જેના પર વિશ્વાસ મૂક્યો તેણે જ કર્યો વિશ્વાસઘાત દીવા તળે અંધારું

06 January, 2021 12:11 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જેના પર વિશ્વાસ મૂક્યો તેણે જ કર્યો વિશ્વાસઘાત દીવા તળે અંધારું

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


કોરોનાને કારણે હાલમાં ડબ્બાવાળાઓ પોતાનું ગુજરાન ચલાવવા માટે રિક્ષા ચલાવે છે, કોઈ દૂધ વેચે છે તો કોઈ વળી માળીનું કામ કરે છે. એવામાં ઓછું ભણેલા ૬૧ ડબ્બાવાળાઓના ભોળપણનો ફાયદો ઉઠાવીને નિઃશુલ્ક મોપેડનું વચન આપવાના નામે ડબ્બાવાળાઓ સાથે ખુદ ડબ્બાવાળાઓના અસોસિએશનના અધ્યક્ષ સુભાષ તળેકરે જ છેતરપિંડી કરી છે. ઘાટકોપર પોલીસ-સ્ટેશને સુભાષ તળેકર સામે ગુનો દાખલ કરીને સોમવારે રાતે તેની ધરપકડ કરી હતી તેમ જ તેના અન્ય ચાર સાથીઓની  પોલીસ શોધખોળ કરી રહી છે.

આ બાબતે નૂતન મુંબઈ ટિફિન બૉક્સ સપ્લાયર ચૅરિટેબલ ટ્રસ્ટના ચૅરમૅન ઉલ્હાસ મુકેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સુભાષ તળેકરે ટિફિન ડિલિવરી સર્વિસ માટે નિઃશુલ્ક મોપેડ આપવાનું વચન આપીને ૬૧ ગરીબ અને અશિક્ષિત ડબ્બાવાળાઓને લાલચ આપીને ૬૧માંથી માત્ર ૧૫ ડબ્બાવાળાઓેને ટીવીએસ લ્યુના મોપેડ આપી હતી તેમ જ અન્ય ૨૩ લોકોને રજિસ્ટ્રેશન કર્યા વગર મોપેડ આપી દીધી હતી. બાકીના ૨૩ ડબ્બાવાળાઓને મોપેડ તો મળી નહીં પણ તેમના પર લોનનું વ્યાજ ઠોકી દેવામાં આવ્યું હતું. જ્યારે ઘરે નોટિસ આવી ત્યારે ડબ્બાવાળાઓને ખબર પડી કે તેમની સાથે છેતરપિંડી થઈ છે એથી ડબ્બાવાળાઓએ પોલીસ-ફરિયાદ નોંધાવી હતી.’



આ બાબતે ઘાટકોપર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર નીતિન અલ્કનુરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી સુભાષ તળેકરની પુણેમાં તેમના ગામમાં જઈને ધરપકડ કરીને મંગળવારે મુંબઈ લાવવામાં આવ્યો હતો. હવે સુભાષ તળેકરને કોર્ટમાં હાજર કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. એ સિવાય વિઠ્ઠલ સાવંત, દશરથ કેદાર તેમ જ સાંઈ એન્ટરપ્રાઇઝના રાજેશ પ્રસાદ તથા ટ્વિસ્ટ ટૂ-વ્હીલર્સના ભાવેશ દોશી ફરાર છે જેની શોધખોળ પોલીસ કરી રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

06 January, 2021 12:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK