Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા અનુપમ ખેર, કહી આ વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા અનુપમ ખેર, કહી આ વાત

01 July, 2019 04:34 PM IST |

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા અનુપમ ખેર, કહી આ વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા અનુપમ ખેર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા અનુપમ ખેર


ફિલ્મ સ્ટાર અનુપમ ખેરે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી અનુપમ ખેર પોતાની આગામી ફિલ્મ 'one day'ના પ્રમોશન માટે દિલ્હી પહોંચ્યા હતા. અનુપમ ખેરે દિલ્હીમાં ફિલ્મના પ્રમોશન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન સાથે મળ્યા પછી અનુપમ ખેરે પીએમ મોદીના વખાણ કર્યા હતા અને તેમની સાથેનો ફોટો શૅર કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરેલી મુલાકાતના અંશો અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. અનુપમ ખેરે લખ્યું હતું કે,' વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, તમને મળીને આનંદ થયો. તમારો ભારત પ્રત્યેનો દ્રષ્ટીકોણ સારો છે. તમારા પ્રેરણાદાયી શબ્દ હમેશા મારી માટે ઉર્જા પૂરી પાડતા હોય છે અને તમે અમારી માટે પ્રેરણાના સ્ત્રોત બની રહેશો. તમે હમેશા ભારતને નવી ઉંચાઈ પર પહોચાડતા રહો.આભાર. જય હિન્દ.'



આ પણ વાંચો: world cup: ભારતની હાર પર મહેબૂબા મુફ્તીનું વિવાદાસ્પદ નિવેદન


અનુપમ ખેર અવાર-નવાર પીએમ મોદીના વખાણ કરતા જોવા મળે છે. અનુપમ ખેરે તેમના ફિલ્મી કરિઅરની શરૂઆત ફિલ્મ સારાંશ સાથે કરી હતી. હાલમાં જ અનુપમે ફિલ્મી કરિઅરના 35 વર્ષ પૂરા કર્યા હતા અને તેઓ પોતાની આગામી ફિલ્મ 'one day'માં જોવા મળશે. અનુપમ ખેરની આ ફિલ્મ 5 જુલાઈએ રિલીઝ થશે.


Whatsapp-channel Whatsapp-channel

01 July, 2019 04:34 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK