Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભાજપ વધારશે સ્ટાર પાવર

ભાજપ વધારશે સ્ટાર પાવર

27 December, 2018 02:47 PM IST |

ભાજપ વધારશે સ્ટાર પાવર

(ડાબેથી) માધુરી દિક્ષીત, વિરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર

(ડાબેથી) માધુરી દિક્ષીત, વિરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર


લોકસભાની ચૂંટણીના ઉમેદવારોને શોધવાની કવાયત ચાલુ થઈ ગઈ છે ત્યારે આધારભૂત સાધનો પાસેથી મળતી માહિતી અનુસાર ભાજપ ઍક્ટ્રેસ માધુરી દીક્ષિત અને સિંગર સોનુ નિગમને ઉમેદવાર તરીકે ઉતારવાનો વિચાર કરી રહી છે. આ ઉપરાંત વિરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર અને ગુરદાસ માનને પણ ભાજપના ઉમેદવાર બનાવવામાં આવે એવી શક્યતા છે. આગામી લોકસભામાં સંસદસભ્યોની સંખ્યા જાળવી રાખવાના હેતુથી આ સ્ટાર્સને મેદાનમાં ઉતારવાનો વ્યૂહ ઘડવામાં આવી રહ્યો હોવાનું માનવામાં આવે છે.

ગ્થ્ભ્ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ માધુરી દીક્ષિતને મળવા ગયા હતા ત્યારે જે રીતે માધુરી દીક્ષિત પક્ષથી પ્રભાવિત જોવા મળ્યાં હતાં એને આધારે એવા સંકેતો મળી રહ્યા છે કે માધુરી દીક્ષિતને લોકસભાની ચૂંટણીમાં પુણેની બેઠક પરથી ઉમેદવારી આપવામાં આવે. આ બેઠકના અત્યારના સંસદસભ્ય અનિલ શિરોલે બન્ને કૉન્ગ્રેસની એકતામાં ફરી જીતી શકે એવું પાર્ટીને લાગતું નથી. આ બેઠક માટેના અન્ય સંભવિત ઉમેદવારોમાં કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર અને મહારાષ્ટ્રના પ્રધાન ગિરીશ બાપટનાં નામ પણ છે. જો શિવસેના સાથેની યુતિને કારણે આ બેઠક પરથી માધુરી દીક્ષિતને ઉતારી નહીં શકાય તો મુંબઈની કોઈ બેઠક પરથી તેને ઉમેદવારી આપવાની શક્યતા છે.



વહેલી સવારે થતી અઝાનને લઈને સોશ્યલ મીડિયામાં આક્રમક વલણ અપનાવનારા જાણીતા સિંગર સોનુ નિગમને આરક્ષિત બેઠક પરથી ઊભા રાખવાની વિચારણા ચાલી રહી છે, પરંતુ આરક્ષિત બેઠક પરથી લડવા માટે તેમની પાસે જાતિ પ્રમાણપત્ર છે કે નહીં એની જાણકારી ન હોવાથી અત્યારે એની વિગતો મેળવવામાં આવી રહી છે, પરંતુ સંભવિત ઉમેદવારોમાં તેનું નામ ચોક્કસ છે.


કેન્દ્ર સરકારની ઝુંબેશમાં કામ કરી રહેલા અક્ષયકુમારને લોકસભાની ટિકિટ આપવામાં આવશે એવું માનવામાં આવતું હતું, પરંતુ તેની પાસે કૅનેડિયન પાસપોર્ટ હોવાથી તેને ટિકિટ નહીં આપી શકાય. આવી સ્થિતિમાં મૃત્યુ પહેલાં વર્ષો સુધી ગુરદાસપુરની બેઠક ભાજપને જિતાડી આપનારા વિનોદ ખન્નાની ગેરહાજરીમાં આ બેઠક પરથી જાણીતા ગાયક ગુરદાસ માનને ઉમેદવારી આપવામાં આવે એવી શક્યતા જણાઈ રહી છે.

સોશ્યલ મીડિયા પર અનેક મુદ્દે આકરું વલણ અપનાવતા ક્રિકેટરો વિરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીર ભાજપના બહુ મોટા ટેકેદારો છે અને તેમને ઉમેદવારી આપવામાં આવે એવી શક્યતા છે. હરિયાણાના રોહતકમાં કૉન્ગ્રેસના દીપેન્દર હૂડા સામે સેહવાગ જીત અપાવી શકે એવું ગ્થ્ભ્નું માનવું છે, જ્યારે દિલ્હીમાં પક્ષના સંસદસભ્ય મીનાક્ષી લેખીની બેઠક પર જીત સુનિશ્ચિત કરવા માટે ગૌતમ ગંભીરને મેદાનમાં ઉતારવામાં આવે એવી શક્યતા છે.


શું કહેવું છે ભાજપનું?

ગ્થ્ભ્ના પ્રવક્તા કેશવ ઉપાધ્યેએ કહ્યું હતું કે ‘ભાજપના બધા જ સમાજને સાથે લઈને આગળ વધવાની નીતિના ભાગરૂપે પાર્ટી સ્ટાર્સને પણ સાથે રાખી રહી છે. અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવનારા લોકો પોતાની સાથે અનુભવ અને નિપુણતા લઈને આવે છે. અમે તેમનું પક્ષમાં સ્વાગત કરીએ છીએ અને તેમની ક્ષમતાને અનુરૂપ ભૂમિકા આપીએ છીએ. આનાથી સરકારને નીતિ ઘડવામાં લાભ મળે છે. બીજી તરફ આવા સફળ લોકોના આગમનથી સંગઠન પણ મજબૂત બને છે.’

ગયા વખતે પણ સેલિબ્રિટીઝ હતી

૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે પણ ભાજપએ ઍક્ટ્રેસ હેમા માલિની (મથુરા), કિરણ ખેર (ચંડીગઢ), સિંગર બાબુલ સુપ્રિયો (બંગાળમાં આસનસોલ), ઍક્ટર-સિંગર મનોજ તિવારી (દિલ્હી ઉત્તર-પૂર્વ), ક્રિકેટર કીર્તિ આઝાદ (બિહાર-દરભંગા), શત્રુઘ્ન સિંહા (બિહારમાં પટના સાહિબ) અને ઍક્ટ્રેસ સ્મૃતિ ઈરાની (અમેઠી)ને મેદાનમાં ઉતાયાર઼્ હતાં.

સ્ટાર્સની પસંદગીનો આધાર ક્યો?

ભાજપએ છેલ્લા કેટલાક સમયથી આંતરિક સર્વે‍ક્ષણ કરાવ્યું હતું અને વિવિધ ટીવી-ચૅનલ દ્વારા કરવામાં આવેલા સર્વે‍ક્ષણમાં પણ ભાજપને ગયા વખત કરતાં બેઠકોની સંખ્યા ઘટે એવા સંકેત મળ્યા હતા. જે બેઠકો ભાજપ ગુમાવી શકે છે એવી બેઠકો માટે નવા ઉમેદવાર ગોતવાની અને જે બેઠકો ગયા વખતે ઓછા અંતરેથી હાર્યા હતા એવી બેઠકો માટે સક્ષમ ઉમેદવારની પસંદગી માટે સર્વે‍ક્ષણ કરવામાં આવ્યું હતું અને આ સર્વે‍ક્ષણમાં સંભવિત ઉમેદવારોની ચકાસણી કરવામાં આવી હતી. આવી જ રીતે ભાજપનથી પ્રભાવિત સ્ટાર્સને પણ આખા દેશમાંથી શોધી કાઢવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. આ બધાને આધારે અત્યાર સુધીમાં આટલા સંભવિત સ્ટાર્સને શોધી કાઢવામાં આવ્યા છે. આગામી દિવસોમાં અન્ય કેટલાંક નામ પણ સામે આવી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

27 December, 2018 02:47 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK