Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > 2 દિવસ રામલીલા મેદાનમાંથી ચાલશે મોદી સરકાર, બનશે કામચલાઉ PMO

2 દિવસ રામલીલા મેદાનમાંથી ચાલશે મોદી સરકાર, બનશે કામચલાઉ PMO

10 January, 2019 04:04 PM IST | નવી દિલ્હી

2 દિવસ રામલીલા મેદાનમાંથી ચાલશે મોદી સરકાર, બનશે કામચલાઉ PMO

નરેન્દ્ર મોદી અને અમિત શાહ (ફાઇલ)

નરેન્દ્ર મોદી અને અમિત શાહ (ફાઇલ)



કેન્દ્ર સરકાર બે દિવસ રામલીલા મેદાનથી ચલાવવામાં આવશે એવું કહીએ તો તે ખોટું નહીં કહેવાય. 11 અને 12 જાન્યુઆરીના રોજ બીજેપીનું રાષ્ટ્રીય અધિવેશન થશે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહથી લઈને કેન્દ્ર સરકારના તમામ મંત્રીઓ હાજર રહેશે.

અધિવેશન દરમિયાન રામલીલા મેદાનમાં કામચલાઉ પીએમઓ (વડાપ્રધાન ઓફિસ) પણ બનાવવામાં આવશે, જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇચ્છે તો કામકાજ પર નજર રાખી શકશે.



વડાપ્રધાન નરેન્દ્ર મોદી અધિવેશનના બંને દિવસ હાજર રહેશે. રામલીલા મેદાનના મંચના પાછળના હિસ્સામાં કામચલાઉ વડાપ્રધાન ઓફિસ અને અમિત શાહ માટે કામચલાઉ ઓફિસ બનાવવામાં આવશે. વડાપ્રધાનની ઓફિસ માટે જે સુવિધાઓ જરૂરી હોય છે, તે કામચલાઉ ઓફિસમાં ઉપલબ્ધ કરવામાં આવશે. આખો વિસ્તારમાં વાઈફાઈની સુવિધાથી સજ્જ હશે.


એટલું જ નહીં, બીજેપી શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ માટે પણ અલગ લાઉન્જ બનાવવામાં આવશે. બે દિવસના આ અધિવેશનમાં કોઈપણ પ્રકારની કોઈ ઉણપ ન રહે તે માટે શુક્રવારે દિલ્હી ભાજપના સહપ્રભારી તરુણ ચુઘ, દિલ્હી બીજેપી સંગઠન મહામંત્રી સિદ્ધાર્થન અને ઉત્તરી દિલ્હી નગર નિગમના મહાપૌર આદેશ ગુપ્તાએ રામલીલા મેદાન પહોંચીને કાર્યક્રમની રૂપરેખા સમજી અને મેદાનનું નીરિક્ષણ કર્યું.

શનિવારે દિલ્હી રાજ્યના બીજેપી અધ્યક્ષ મનોજ તિવારીએ પાર્ટી નેતાઓની સાથે બેઠક કરી અને તૈયારીઓની સમીક્ષા કરી. બીજેપીના રાષ્ટ્રીય મહામંત્રી ડૉ. અનિલ જૈને જણાવ્યું કે 11 અને 12 જાન્યુઆરીના રોજ રામલીલા મેદાનમાં થનારું રાષ્ટ્રીય અધિવેશન લોકસભા ચૂંટણી પહેલા સૌથી મોટી બેઠક હશે. તેમાં દેશભરના તમામ જિલ્લાઓમાંથી લગભગ 12,000 પ્રતિનિધિઓ સામેલ થશે.


આ પણ વાંચો: જાણો કેમ 2 દિવસને બદલે 14 દિવસ માટે બોલાવવામાં આવશે આ વખતનું બજેટસત્ર

આ તમામના હાજર રહેવાની રહેશે અપેક્ષા

- તમામ કેન્દ્રીય મંત્રી
- ભાજપ સંસદીય બોર્ડના સભ્યો
- ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી
- ભાજપ સાંસદો
- તમામ રાજ્યોના બીજેપીના ધારાસભ્યો
- ભાજપના તમામ રાજ્યોના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ
- તમામ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ
- તમામ રાજ્યોના બીજેપી પદાધિકારી
- ભાજપના તમામ જિલ્લાધ્યક્ષ અને મહામંત્રી
- રાષ્ટ્રીય કાર્યકારિણીના તમામ સભ્યો
- રાષ્ટ્રીય પરિષદના તમામ સભ્યો
- તમામ રાજ્યોની કોર કમિટીના સભ્યો
- બીજેપી શાસિત નગર નિગમોના મેયર અને નાયબ મેયર

Whatsapp-channel Whatsapp-channel

10 January, 2019 04:04 PM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK