કૉન્ગ્રેસે કરાવી હતી સુભાષચંદ્ર બોઝની હત્યા: સાક્ષી મહારાજ

Published: 25th January, 2021 11:31 IST | Gujarati Mid-day Correspondent | Lucknow

બીજેપીના સંસદસભ્યએ એક જાહેર સભાને સંબોધન કરતાં આવું કહ્યું હતું

સાક્ષી મહારાજ
સાક્ષી મહારાજ

પોતાના નિવેદનને લઈને ચર્ચામાં રહેતા ઉત્તર પ્રદેશના ઉનાવથી ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય સાક્ષી મહારાજે કૉન્ગ્રેસ પાર્ટી સામે મોટો આરોપ લગાવ્યો છે. શનિવારે તેમણે કહ્યું હતું કે કૉન્ગ્રેસે સુભાષચંદ્ર બોઝની હત્યા કરી હતી. એક જાહેર સભાને સંબોધન કરતાં બીજેપીના સંસદસભ્યએ કહ્યું, ‘હું દાવો કરું છું કે કૉન્ગ્રેસે સુભાષચંદ્ર બોઝની હત્યા કરી હતી. મહાત્મા ગાંધી કે પંડિત નેહરુ તેમની લોકપ્રિયતા સામે ટકી શક્યા નહીં.’

ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. નેતાજી આઝાદ હિન્દ ફોજની સ્થાપના માટે પણ જાણીતા છે. ૧૮ ઑગસ્ટ, ૧૯૪૫ના રોજ તાઇપેઈમાં વિમાન દુર્ઘટનામાં સુભાષચંદ્ર બોઝના મૃત્યુ અંગે વિવાદ થયો હતો. કેન્દ્ર સરકારે માહિતી અધિકાર (માહિતી અધિકાર અધિનિયમ) ની આરટીઆઇમાં ૨૦૧૭માં પુષ્ટિ કરી હતી કે એ જ ઘટનામાં તેમનું મોત નીપજ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK