Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > US: ગ્રીન કાર્ડ અંગે બિલ રજૂ, ભારતીય નાગરિકોને થઇ શકે ફાયદો

US: ગ્રીન કાર્ડ અંગે બિલ રજૂ, ભારતીય નાગરિકોને થઇ શકે ફાયદો

09 February, 2019 01:46 PM IST |

US: ગ્રીન કાર્ડ અંગે બિલ રજૂ, ભારતીય નાગરિકોને થઇ શકે ફાયદો

ગ્રીન કાર્ડ અંગે બિલ રજૂ

ગ્રીન કાર્ડ અંગે બિલ રજૂ


અમેરિકાની સાંસદમાં ગ્રીન કાર્ડના કાયદાને લઈને બે બિલ રજૂ કરવામાં આવ્યાં છે. સેનેટના સાંસદો અને પ્રતિનિધિ સભા દ્રારા આ બિલ  પસાર કરવામાં આવ્યું છે અને જો આ બીલ પાસ થશે તો ભારતીય નાગરિકો જે વર્ષોથી અમેરિકામાં રહી રહ્યાં છે તેમને ફાયદો થશે.

બીલ પસાર થશે તો હજારો ભારતીયોને સ્થાયી નાદરીક્તા મળશે




જો આ બન્ને કાયદા પાસ થાય તો અમેરિકામાં રહેતા અને ગ્રીન કાર્ડ માટે અપ્લાય કરેલા હજારો ભારતીયોને સ્થાયી નાગરિક્તા મળશે. જેમાં ખાસ કરીને આઈટી ક્ષેત્રમાં કામ કરતા પ્રોફેશનલ લોકોને ફાયદો થશે. હાલ દર વર્ષે 1,40,000 લોકોને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે. અને આ બીલોમાં આ મહત્તમ મર્યાદાને દૂર કરવાની વાત કરી છે. આ બિલને યુએસ ચેમ્બર્સ ઑફ કોમર્સ તરફથી સમર્થન આપવામાં આવ્યું છે.


રિપબ્લિકન પાર્ટીના સાસંદ માઈક લી અને ડેમોક્રેટિક સાંસદ કમલા હેરિસ દ્રારા ફેરનેસ ફોર હાઈ સ્કિલ્ડ ઈમિગ્રેન્ટ્સ એક્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જો આ બીલ પાસ થશે તો ગૂગલ જેવી આઈટી કંપનીઓમાં કામ કરતા ભારતીયોને ગ્રીન કાર્ડ મળવામાં સરળતા થશે. અત્યારે આઈટી સેક્ટરમાં સૌથી વધુ લોકો એચ-1 બી વિઝા પર છે તેમની પાસે અપ્રવાસીય વિઝા છે જે ભારતીય કર્મચારીઓને અમેરિકામાં કામ કરવાની પરવાનગી આપે છે.

 


આ પણ વાંચોકેનેડાની ક્રિપ્ટોકરન્સી કંપનીના CEO ના અચાનક મોતથી રોકાણકારોના કરોડોની રકમ ફસાઇ

 

ગ્રીન કાર્ડ એટલે શું ?


ગ્રીન કાર્ડ એટલે અમેરિકામાં કોઈ વ્યક્તિને રહેવાની અને કામ કરવાની મંજૂરી . ગ્રીન કાર્ડ એટલે અમેરિકાની સિટિઝનશીપ. અત્યારે દર વર્ષે 1,40,000 લોકોને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે. અને કોઈ દેશના 7 ટકાથી વધુ લોકોને ગ્રીન કાર્ડ નહી આપવાનો નિયમો છે. જો આ બીલ પાસ થશે તો આ મહત્તમ લિમિટ દૂર થશે જેના કારણે અમેરિકામાં વર્ષોથી રહેતા નાગરિકો કે જેમણે અમેરિકાની સિટિઝનશીપ માટે અરજી કરી હોય તેમને લાભ મળશે.

Whatsapp-channel Whatsapp-channel

09 February, 2019 01:46 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK