50 લાખની ચોરી કરીને લિપસ્ટિકથી અરીસા પર લખ્યું આવું...

Published: Nov 04, 2019, 18:24 IST | મુંબઈ ડેસ્ક

ચોરોએ ઘરમાં રાખેલા ડ્રેસિંગ ટેબલના કાંચ પર લખ્યું, ભાભીજી, તમે ખૂબ જ સારા છો. તેની સાથે જ ચોરોએ ઘરના માલિક વિશે કેટલાય અપશબ્દો પણ લખ્યા.

પટનામાં પત્રકા નગર થાનાક્ષેત્રના હનુમાન નગરમાં ભયંકર ચોરીના સમાચાર છે. ચોરોએ ઘરમાં ઘૂસીને 50 લાખની સંપત્તિ ચોરી લીધી. ચોરી કર્યા પછી ચોરોએ ઘરમાં રાખેલા ડ્રેસિંગ ટેબલના કાંચ પર લખ્યું, ભાભીજી, તમે ખૂબ જ સારા છો. તેની સાથે જ ચોરોએ ઘરના માલિક વિશે કેટલાય અપશબ્દો પણ લખ્યા.

જેના ફ્લેટમાં આવી ચોરીની ઘટના બની છે તે મૂળ તો નાલંદા જિલ્લાના નૂરસરાયના રહેવાસી છે. ઘટના બાદ ઘરે પહોંચેલા લોકોએ જણાવ્યું કે તે લોકો છઠના અવસરે પોતાના ફ્લેટમાં તાળું મારીને પોતાના ગામડે ગયા હતા. આ દરમિયાન ચોરોએ તેમના ફ્લેટમાંથી ચોરી કરી લીધી.

thieft

ઘટના દરમિયાન મકાનના ઉપરના માળે ભાડૂતો રહેતા હતા. ખટપટનો અવાજ સાંભળીને તેમની ઊંઘ ખુલી ગઈ તેના પછી ચોર સામાન સાથે ત્યાંથી ફરાર થઈ ગયા. ઘટના પછી પરિતોષ કુમારે પત્રકાર નગર થાણામાં ચોરીનો મામલો નોંધાવ્યો છે.

આ પણ વાંચો : Nach Baliye 9: પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી બન્યા વિનર, જુઓ તસવીરો

ઘટના સોમવારે સવારની છે, જ્યાં ચોરોએ એક સાથે અનેક લોકોના ઘર ખાલી કર્યા હતા. પત્રકાર નગરના કૃષિ કૉલોનીના હાઉસ નંબર 129માં ચોરોએ લગભગ 50 લાખની સંપત્તિ ચોરી કરી લીધી. જેમાં સોનાના દાગિના સહિત અન્ય મૂલ્યવાન વસ્તુઓ પણ સામેલ છે. ઘટના બાદ પોલિસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસમાં લાગી ગઈ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK