ભુજ-દાદર એક્સપ્રેસનો ગાર્ડ ચાલતી ગાડીએ રહસ્યમય રીતે ગાયબ થયો

મુંબઈ | May 31, 2019, 11:07 IST

ગાંધીધામથી ભુજ પહોંચેલી ટ્રેનમાં ગાર્ડની કૅબિનનો સામાન વેરવિખેર હોવાથી પોલીસે તપાસ હાથ ધરી

ભુજ-દાદર એક્સપ્રેસનો ગાર્ડ ચાલતી ગાડીએ રહસ્યમય રીતે ગાયબ થયો

ભુજ-દાદર એસી સુપરફાસ્ટ ટ્રેનનો ગાર્ડ ચાલતી ટ્રેને રહસ્યમય રીતે ગાયબ થવાની ચોંકાવનારી ઘટના ભુજ અને ભચાઉ રેલવે સ્ટેશન વચ્ચે ગુરુવારે રાત્રે બની હતી. ટ્રેન ગાંધીધામથી રવાના થયા બાદ ભચાઉ સ્ટેશને પહોંચી એ દરમ્યાન આ ઘટના બની હતી. સુપરફાસ્ટ ટ્રેન ભચાઉ પહોંચી ત્યારે ગાર્ડની કૅબિન વેરવિખેર થયેલી અને ગાર્ડ ગાયબ હોવાનું જણાતાં ટ્રેને ભચાઉમાં બે કલાક રોકી રખાઈ હતી.

રેલવેનાં સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીધામથી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન ભચાઉ પહોંચી હતી ત્યારે ગાર્ડની કૅબિનનો સામાન વેરવિખેર હતો અને ગાર્ડ ગાયબ હતો આથી શંકા છે કે કોેઈકે ગાર્ડ પર હુમલો કરીને તેને ચાલતી ગાડીમાંથી ફેંકી દીધો હોવો જોઈએ અથવા તે કોઈક કારણસર પડી ગયો હોવો જોઈએ. કૅબિનમાં ગાર્ડ ન હોવાની માહિતી મYયા બાદ ભચાઉ રેલવે પોલીસે ગાડીને રોકીને તપાસ હાથ ધરી હતી. આ બનાવ ૭.૨૫ વાગ્યે ગાંધીધામથી ટ્રેન રવાના થઈને ૮.૧૮ વાગ્યે ભચાઉ રેલવે સ્ટેશને પહોંચી એ દરમ્યાન બની હતી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK