પતિને લગ્નનાં ૧૯ વર્ષ પછી પત્ની પુરુષ છે એવી જાણ થઈ

Published: 28th November, 2012 03:29 IST

બેલ્જિયમમાં ડિવૉર્સનો એક વિચિત્ર કેસ ચર્ચાને ચગડોળે ચઢ્યો છે. ૬૪ વર્ષનો જેન નામનો પુરુષ લગ્નનાં ૧૯ વર્ષ બાદ પત્નીને છૂટાછેડા આપવા માગે છે અને કારણ એ છે કે મૅરેજનાં આટલાં વર્ષો પછી તેમને ખબર પડી છે કે તેમની પત્ની હકીકતમાં સ્ત્રી નહીં પણ પુરુષ છે. જેનની ૪૮ વર્ષની પત્ની મોનિકાએ સેક્સ ચેન્જ ઑપરેશન કરાવેલું છે.

જોકે તેણે પતિથી આ વાત છુપાવીને રાખી હતી. ૧૯ વર્ષ સુધી મોનિકા આ હકીકત છુપાવવામાં સફળ થઈ હતી, પણ થોડા દિવસ પહેલાં જ તેની પોલ ખૂલી ગઈ હતી.

બ્રિટિશ અખબાર ધ ટેલિગ્રાફના અહેવાલ મુજબ બેલ્જિયમના વતની જેને ૧૯૯૩માં મોનિકા નામની ઇન્ડોનેશિયન મહિલા સાથે લગ્ન કયાર઼્ હતાં. એ પછી તેઓ મોનિકાને બેલ્જિયમ લઈ આવ્યા હતા. જેનનું કહેવું છે કે ‘અમારી વચ્ચે સામાન્ય પતિ-પત્ની જેવા જ સંબંધો હતા. મારી પત્ની પુરુષ છે તેનો મને સહેજ પણ ખ્યાલ આવ્યો ન હતો. મને ક્યારેય તેનામાં પુરુષ જેવાં લક્ષણો જોવા મળ્યાં ન હતાં. એટલું જ નહીં, સેક્સ દરમ્યાન પણ મને ક્યારેય આવી શંકા ગઈ ન હતી. મારી પહેલી પત્નીથી બે બાળકો હોવાથી અમે સંતાન પેદા નહીં કરવાનું નક્કી કર્યું હતું.’

જેનનું કહેવું છે કે તેના સૌથી મોટા દીકરાએ મોનિકાને નાઇટ ક્લબમાં અત્યંત ભડકાઉ વસ્ત્રોમાં અનેક વાર દેખી હતી. એ પછી એવી અફવા ફેલાઈ હતી કે મોનિકા સ્ત્રી નહીં પણ પુરુષ છે. જેને કહ્યું હતું કે મોનિકા પુરુષ છે એવી જાણ કરતા મેસેજ કેટલાક લોકોએ મને મોકલ્યા હતા. શરૂઆતમાં મેં આ મેસેજને સિરિયસલી લીધા ન હતા, પણ આખરે એક દિવસ મેં અત્યંત કડકાઈપૂર્વક પૂછપરછ કરતાં મોનિકાએ તે પુરુષ હોવાનું સ્વીકાર્યું હતું. મોનિકાના જણાવ્યા પ્રમાણે તે જન્મે છોકરો હતી, પણ બાદમાં તેણે સેક્સ ચેન્જ ઑપરેશન કરાવ્યું હતું. આ હકીકત બહાર આવ્યા બાદ આઘાતમાં સરી પડેલા જેનને મનોચિકિત્સકની સારવાર લેવી પડી હતી. આ સાથે તેણે ડિવૉર્સની પ્રોસીજર પણ શરૂ કરી દીધી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK