આંબેડકર જયંતિ 2019: બંધારણના ઘડવૈયાને દેશભરમાંથી આપવામાં આવી અંજલિ

નવી દિલ્હી | Apr 14, 2019, 09:25 IST

બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની આજે જન્મ જયંતિ છે. તેમના પ્રયાસોના કારણે જ દલિત સમાજને ભારતમાં સન્માન સાથે જીવવાનો અધિકાર મળ્યો.

આંબેડકર જયંતિ 2019: બંધારણના ઘડવૈયાને દેશભરમાંથી આપવામાં આવી અંજલિ
ડૉ. આંબેડકરને તેમની જયંતિ પર નમન


ભારતને બંધારણની ભેટ આપનાર ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકરની આજે જન્મ જયંતિ છે. જેઓ બાબા સાહેબ આંબેડકરના નામથી જાણીતા છે. તેઓ અર્થશાસ્ત્રી, રાજનીતિજ્ઞ અને સમાજસુધારક હતા. તેમણે છૂત-અછૂત અને જાતિવાદને ખતમ કરવા માટે અનેક આંદોલનો પણ કર્યા. બાબા સાહેબે પોતાનું આખું જીવન પછાત વર્ગના કલ્યાણ માટે સમર્પિત કરી દીધું.

બાબા સાહેબને દેશભરમાંથી અંજલિ

રાષ્ટ્રપતિનો શ્રદ્ધાંજલિ સંદેશ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બાબા સાહેબને નમન કરતા લખ્યું કે સંવિધાનના મુખ્ય વાસ્તુકાર ડૉ. આંબેડકરે આધુનિક ભારત માટે જીવનભર સંઘર્ષ કર્યો, મહિલાઓ અને નબળા વર્ગો માટે સમાન અધિકાર સુનિશ્ચિત કર્યા.

PRESIDENT TWEET


PM મોદીનો સંદેશ
વડાપ્રધાન મોદીએ બાબા સાહેબની જયંતિ પર એક વીડિયો પોસ્ટ કર્યો. અને લખ્યું કે, 'સંવિધાનના નિર્માતા અને સામાજિક ન્યાયના પ્રણેતા બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને તેમની જયંતિ પર સાદર નમન. જય ભીમ!'

PM MODI TWEET


ભાજપ અધ્યક્ષે આપી અંજલિ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે બાબા સાહેબની જયંતિના મોકા પર શ્રદ્ધાંજલિ આપી. અમિત શાહે લખ્યું કે, 'બાબા સાહેબ આંબેડકરજીના વિચાર અને તેમનું વ્યક્તિત્વ આપણા બધા માટે પ્રેરણાસ્ત્રોત છે. તેમણે આખી જિંદગી અન્યાય સામે સંઘર્ષ કર્યો અને તેમનો આ સંઘર્ષ સામાજિક સમરસતા માટે હતો. બાબા સાહેબે એ સર્વસમાવેશી સંવિધાન આપ્યું જેનાથી દરેક વર્ગનું કલ્યાણ થાય, તેમને કોટિ-કોટિ નમન.'

AMIT SHAH TWEET

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK