Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ત્રણને બદલે પાંચ ગુંબજ, 128 ફુટ ઊંચાઇ, કંઇક આવું બનશે અયોધ્યા રામ મંદિર

ત્રણને બદલે પાંચ ગુંબજ, 128 ફુટ ઊંચાઇ, કંઇક આવું બનશે અયોધ્યા રામ મંદિર

19 July, 2020 02:50 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ત્રણને બદલે પાંચ ગુંબજ, 128 ફુટ ઊંચાઇ, કંઇક આવું બનશે અયોધ્યા રામ મંદિર

નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)


અયોધ્યા(Aypdhya) માં ભગવાન રામનું ભવ્ય મંદિર(Ram Mandir) બનવાનું કામ શરૂ થવાનું છે. રામ મંદિર મામલે સુપ્રીમ કૉર્ટ(Supreme Court)માંથી નિર્ણય આવ્યા પછી આના નિર્માણને લઇને શંકાઓ જળવાયેલી હતી. પણ શનિવારે અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટ(ShriRam JanmaBhumi Trust)ની બેઠકમાં આ બાબતે મુખ્ય નિર્ણયો લેવાયા છે.

રામમંદિરનું નિર્માણકાર્ય પાંચમી ઑગસ્ટે શરૂ કરાશે
રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની અયોધ્યામાં ગઈ કાલે યોજાયેલી બેઠકમાં મંદિરનો શિલાન્યાસ ત્રીજી અથવા પાંચમી ઑગસ્ટે કરવાનું નક્કી કર્યું અને આ તારીખો વડા પ્રધાનના કાર્યાલય (પીએમઓ)(PMO)ને મોકલી દેવામાં આવી. પીએમઓમાંથી 5 ઑગસ્ટની તારીખ પર મહોર લગાડી દેવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી શિલાન્યાસ માટે આવવાના છે.



બેઠકમાં નરેન્દ્ર મોદીના અયોધ્યામાં સંભવિત કાર્યક્રમ વિશે પણ વિચાર થઈ શકે છે. ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલદાસ વડા પ્રધાનને અયોધ્યા આવવાનો આમંત્રણ-પત્ર મોકલી ચૂક્યા છે.


મણિરામ છાવણી મઠના મહંત કમલનયનદાસે કહ્યું કે ‘મંદિરનિર્માણ ઝડપથી શરૂ થશે. સંતોની માગણી છે કે વડા પ્રધાન ઝડપથી આવીને નિર્માણ શરૂ કરાવે. તેઓ પહેલાં જ આવવાના હતા, પણ કોરોના-સંકટને કારણે આ કાર્યક્રમ ટળ્યો હતો. હવે પીએમ મોદી ત્રીજી અથવા પાંચમી ઑગસ્ટે અહીં આવી શકે છે. જોકે અંતિમ તારીખ નક્કી થવાની બાકી છે.

રામલલ્લા મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર‍દાસે કહ્યું કે ટ્રસ્ટની બેઠકમાં પીએમનો કાર્યક્રમ નક્કી કરવાનો છે, જેનાથી મંદિરનું નિર્માણકાર્ય ઝડપથી શરૂ થઈ શકે. બીજી બાજુ બાબરી મસ્જિદના પક્ષકાર રહી ચૂકેલા ઇકબાલ અન્સારીએ કહ્યું કે હું વડા પ્રધાનનું અયોધ્યામાં સ્વાગત કરવા માગું છું. મંદિરનિર્માણ વિશે જે સંત-સમાજ ઇચ્છે છે એ હું પણ ઇચ્છું છું. નરેન્દ્ર મોદી મંદિરનિર્માણનો શુભારંભ કરે.


પ્રસ્તાવિત મૉડલ પ્રમાણે 2.75 લાખ ઘન મીટર ભૂ-ભાગ પર બનતું આ રામ મંદિર બે માળનું હશે. આ મંદિરની લંબાઇ 270 ફુટ, પહોળાઇ 140 ફુટ અને ઉંચાઇ 128 ફુટ હશે. 330 બીમ અને બન્ને માળ પર 106-106 એટલે કે 212 સ્તંભવાળા મંદિરમાં પાંચ દ્વાર હશે. આ દ્વાર મંદિરના પાંચે ભાગ એટલે કે ગર્ભગૃહ, કૌલી, રંગમંડપ અને સિંહ દ્વારમાં હશે.

રામ મંદિરના મુખ્ય દ્વારનું નિર્માણ મકરાનાના સફેદ સંગેમરમર દ્વારા કરવામાં આવશે. ગર્ભગૃહની બરાબર ઉપર 16.3 ફુટનું પ્રકોષ્ઠ બનાવવામાં આવશે, જેના પર 65.3 ફુટ ઊંચા શિખરનું નિર્માણ થશે.

આ પણ વાંચો : બીજેપીથી અલગ થયો છું, હિન્દુત્વથી નહીં

શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે સોમપુરા જ મંદિરનું નિર્માણ કરશે. સોમનાથ મંદિર પણ આમણે જ બનાવ્યું હતું. મંદિર બનાવવામાં પૈસાની અછત નહીં થવા દેવામાં આવે. સમાજના 10 કરોડ પરિવારો પાસેથી પૈસા એકઠાં કરવામાં આવશે. જેના પછી મંદિરનું નિર્માણ શરૂ કરવામાં આવશે.

જણાવવાનું કે શનિવારે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની બેઠક થઈ, જેમાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજનની તારીખ નક્કી કરવામાં આવી. અને પીએમઓને આ તારીખો વિશે પ્રસ્તાવપત્ર પણ મોકલી દેવામાં આવ્યો છે. અને આજે પીએમઓએ આ તારીખોમાંથી 5મી ઑગસ્ટને નક્કી કરી છે.

Whatsapp-channel Whatsapp-channel

19 July, 2020 02:50 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK