અબ્દુલ કલામ યૂનિવર્સિટીના બાળકોએ બનાવી નોટ ગણવાની અનોખી મશીન

Published: 17th July, 2020 20:55 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

એપીજે અબ્દુલ કલામ ટેક્નિકલ વિશ્વવિદ્યાલય (APJ Abdul Kalam Technical University)ના અનુજ શર્મા અને તેમની ટીમે દાવો કર્યો છે કે તેમણે પૈસા ગણનારી મશીન બનાવી છે જે સંપૂર્ણ રીતે સેનિટાઇઝર યુક્ત મશીન છે.

નોટ ગણવાની અનોખી મશીન
નોટ ગણવાની અનોખી મશીન

એપીજે અબ્દુલ કલામ તકનીકી વિશ્વવિદ્યાલય (APJ Abdul Kalam Technical Univercity)ના અનુજ શર્મા અને તેમની ટીમે દાવો કર્યો છે કે તેમને પૈસા ગણનારી એવી મશીન બનાવી છે જે સંપૂર્ણપણે કીટાણુશોધન છે. એટલે સંપૂર્ણ રીતે સેનિટાઇઝર યુક્ત મશીન છે. આ મશીનને બનાવવામાં 14થી 15 હજાર સુધીનો ખર્ચ કરવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઇ સાથે ખાસ વાતચીતમાં અનુજ શર્મા કહ્યું કે આ મશીન એક મિનિટમાં 200 નોટ ગણે છે.

એએનઆઇ(ANI)એ નોટ ગણવાની મશીનની તસવીર પોતાના ટ્વીટર હેન્ડલ પરથી શૅર કરી છે. જેમાં તમે સ્પષ્ટ રીતે જોઇ શકો છો કે કેવી રીતે મશીનમાં સેનિટાઇઝર પણ લાગેલું છે અને આરામથી તમે સફાઇ સાથે પૈસા ગણી શકો છો. સૌથી સારી વાત એ છે કે કોરોનાવાયરસ મહામારી દરમિયાન આ પ્રકારની મશીન લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે જે સમાજ કલ્યાણના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પગલું છે.

ટ્વિટર પર જેવી આ નોટ ગણનારી મશીનની તસવીર શૅર કરવામાં આવી. ત્યારથી જ સોશિયલ મીડિયા પર આ ચર્ચાનો વિષય બની છે. લોકો આ તસવીર પર લાઇક્સની સાથે-સાથે કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એટલું જ નહીં સોશિયલ મીડિયા યૂઝર્સ એપીજે અબ્દુલ કલામ ટેક્નિકલ વિશ્વવિદ્યાલયના અનુજ શર્મા અને ટીમને વધામણી આપતાં પણ જોવા મળે છે.

આની પાછળ એક સૌથી મોટું કારણ એ પણ છે કે કોરોનાવાયરસ મહામારી વચ્ચે દેશના ડૉક્ટર હોય કે સરકાર બધા તરફથી એક વાત કહેવામાં આવી રહી છે કે પોતાના હાથને વારંવાર સેનિટાઇઝ કરો જેથી કોરોનાવાયરસથી બચી શકાય. તો બીજી તરફ આ પ્રકારની મશીન બનવાથી લોકોને ઘણી રીતે લાભ થવાના છે.

સોશિયલ મીડિયા પર પણ આ મશીન ચર્ચાનો વિષય બની છે. સાથે જ આ મશીનની તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે. અત્યાર સુધી આ ટ્વીટ પર 390થી વધારે લાઇક્સ અને 48 રિટ્વીટ આવી ચૂક્યા છે. એટલું જ નહીં લોકો આ પોસ્ટની નીચે કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યૂઝરે કોમેન્ટ કરતાં લખ્યું, શાનદાર તો અન્ય એક યૂઝરે લખ્યું... બહેતરીન કામ છે આ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK