અન્ના હજારે આજથી ઉપવાસ પર, લોકપાલને લઈને સરકાર પર સાધ્યું નિશાન
અન્નાએ ફરી શરૂ કર્યા ઉપવાસ
ફરી એકવાર અન્ના હજારે ઉપવાસ પર ઉતર્યા છે. કેન્દ્રમાં લોકપાલ અને રાજ્યમાં લોકાયુક્તની નિયુક્તિ અને ખેડૂતોની માંગણીઓ પર તરત નિર્ણય લેવામાં આવે તેવી અન્નાની માંગ છે. અન્નાએ આ ઉપવાસને જન આન્દોલન સત્યાગ્રહ નામ આપ્યું છે.
અન્ના હજારેએ કહ્યું કે આ ઉપવાસ કોઈ વ્યક્તિ, પક્ષ, પાર્ટીની સામે નથી. સમાજ અને દેશની ભલાઈ માટે હું વારંવાર આંદોલન કરું છું અને આ પણ આ જ પ્રકારનું આંદોલન છે. અન્નાએ 28 જાન્યુઆરીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લખેલા પત્રમાં કહ્યું હતું કે તેઓ પોતાના ગામ રાલેગણ સિદ્ધિમાં ઉપવાસ શરૂ કરશે.
આ પણ વાંચોઃ ગાંધી નિર્વાણ દિનઃ30 જાન્યુઆરી પહેલા પણ ગાંધીજી પર થયા હતા હુમલા
ADVERTISEMENT
આ પહેલા પણ અન્ના મોદી સરકાર પર નિશાન સાધી ચુક્યા છે, તેમણે કહ્યું હતું કે લોકપાલ અને લોકાયુક્ત કાયદા-2013ના મામલે બંધારણીય સંસ્થાઓના નિર્ણય પર સરકાર ધ્યાન નથી દઈ રહી. આ એક રીતે દેશને તાનાશાહી તરફ લઈ જવાનો સંકેત છે. અન્નાએ એમ પણ કહ્યું કે 2014માં સરકાર આવી હતી. તેમણે માત્ર કાયદો લાગૂ કરવાનો હતો પરંતુ પાંચ વર્ષ પૂરા થવા આવ્યા હોવા છતા લોકપાલની નિયુક્તિ નથી થઈ. અન્નાએ આ વાતને બહાનાબાજી બતાવતા કહ્યું કે મેં 31 પત્રો લખ્યા છતા કોઈ ઉકેલ ન આવતા ઉપવાસનો નિર્ણય લીધો છે.


