ગાંધી નિર્વાણ દિનઃ30 જાન્યુઆરી પહેલા પણ ગાંધીજી પર થયા હતા હુમલા
વારંવાર ગાંધીજીને મળતા હતા ધમકીભર્યા પત્રો
30 જાન્યુઆરી, 1948, એ દિવસ જ્યારે દેશે પોતાના રાષ્ટ્રપિતા ગુમાવ્યા હતા. ગોડસેની 3 ગોળીઓએ ગાંધીનો જીવ લઈ લીધો. પરંતુ આ પહેલા બાપુ પર સંખ્યાબંધ વખત હુમલા થયા હતા. નાના મોટા આ હુમલામાંથી તો ગાંધીજી બચી ગયા પરંતુ 30 જાન્યુઆરીએ કદાચ વિધાતાના લેખ પૂરા થઈ ગયા હતા. આ હુમલા ઉપરાંત બાપુને હત્યાની ધમકી આપતા પત્રો પણ મળતા હતા. ગાંધી હેરિટેજ પોર્ટલ પર આ વિશેની તમામ માહિતી મૂકવામાં આવી છે. વાંચો ક્યારે ક્યારે ગાંધીજી પર નાના મોટા હુમલા થયા હતા.
31 મે, 1893
દ. આફ્રિકાના પીટરમેરિત્સબર્ગ ફર્સ્ટ ક્લાસના ડબ્બામાંથી તેમને ધક્કો મારીને ઉતારી દેવાયા હતા.
ADVERTISEMENT
2 જૂન, 1893
પારડેકો, ટ્રાન્સવાલના સીગરામના હેડે ગાંધીજી પર હુમલો કર્યો હતો.
13 જાન્યુઆરી, 1897
ડરબનના બંદર પર ઉતરતા જ ભીડે ગાંધીને નિશાન બનાવ્યા હતા.
10 ફેબ્રુઆરી 1908
જ્હોનિસબર્ગમાં મીર આલમ તેમજ અન્યોએ તેમના પર હુમલો કર્યો.
માર્ચ, 1914
એક જાહેર સભામાં હુમલાનો પ્રયાસ કરાયો હતો, જેમાં મીર આલમે જ તેમને બચાવ્યા હતા
22 મે, 1920
અમદાવાદમાં ગાંધીજી જે રેલગાડીમાં મુસાફરી કરવાના હતા, તેને દુર્ઘટનાગ્રસ્ત કરવાની યોજના સરકારે બનાવી છે તેવી માહિતી આપતો પત્ર મળ્યો હતો.
11 જાન્યુઆરી, 1921
અમદાવાદમાં ગાંધીજીની હત્યાની ધમકીનો પત્ર મળ્યો હતો.
25 એપ્રિલ 1934
જશીદી-પટનામાં લાલનાથના નેતૃત્વમાં સનાતમ ધર્મીઓએ લાઠીઓ અને પત્થરોથી હુમલો કર્યો હતો.
27 જૂન, 1934
પૂણેમાં નગર નિગમ કાર્યાલયની પાસે ગાંધીજી પર બોમ્બ ફેંકાયો હતો.
11 જુલાઈ, 1934
કરાંચીમાં એક મુલાકાતી પાવડો લઈને તેમની તરફ આવ્યો હતો, જેને પોલીસ દ્વારા પકડી લેવાયો હતો.
27 ફેબ્રુઆરી, 1940
શ્રીરામપુર-કોલકાત્તામાં ગાંધીજી પર જૂતુ ફેંકવામાં આવ્યા હતું, જે મહાદેવભાઈ દેસાઈને વાગ્યું હતું.
30 જૂન, 1946
કર્જત જતા સમયે નેરલ અને કર્જત સ્ટેશનની વચ્ચે રેલગાડીને દુર્ઘટનાગ્રસ્ત કરવાનો પ્રયાસ કરાયો હતો.
28 ઓક્ટોબર, 1946
અલીગઢમાં ગાંધીજીના ડબ્બા પર પત્થર ફેંકાયા હતા.
31 જુલાઈ, 1947
દિલ્હીથી રાવલપીંડી જતા સમયે ફિલ્લૌર સ્ટેશન પર એક બોમ્બથી રેલગાડીનો ઉડાવવાનો પ્રયાસ કરાયો હતો, જેમાં ગાંધીજી મુસાફરી કરી રહ્યા હતા.
આ પણ વાંચોઃઆઝાદી પહેલાં લીધેલી પ્રતિજ્ઞા પૂરી કરવા બાપુ સાબરમતી આશ્રમ આવવાના હતા
31 ઓગસ્ટ, 1947
કોલકાત્તામાં તેમના પર લાઠી અને પત્થરોથી હુમલો કરાયો હતો.
30 જાન્યુઆરી, 1948
સાંજે પ્રાર્થના સભામાં જતા સમયે નથુરામ ગોડસે દ્વારા તેમની હત્યા કરાઈ હતી.


