અમિતાભ બચ્ચનુ ટ્વીટર થયું હેક, હેકરે પાક. વડાપ્રધાન ઇમરાન ખાનનો ફોટો લગાવ્યો

Updated: Jun 11, 2019, 10:50 IST | મુંબઈ

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનું ટ્વિટર એકાઉન્ટ હેક કરી દેવાયું છે અને તેમના એકાઉન્ટ પર વિવિધ પોસ્ટ કરવામાં આવી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનો ફોટો પણ તેમના એકાઉન્ટમાં લગાવવામાં આવ્યા છે.

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનું ટ્વિટર એકાઉન્ટ હેક કરી દેવાયું છે અને તેમના એકાઉન્ટ પર વિવિધ પોસ્ટ કરવામાં આવી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનો ફોટો પણ તેમના એકાઉન્ટમાં લગાવવામાં આવ્યા છે.

પાકિસ્તાન તરફી હેકર્સનું કારસ્તાન
બિગ-બીનું ટ્વિટ્ટર હેન્ડલ પાકિસ્તાન તરફી તુર્કીના હેકર ગ્રુપએ હેક કર્યું હોવાનો ખુલાસો થયો છે. હેકરે ટ્વીટ કરીને પાકિસ્તાનની પ્રશંસા કરી છે અને ભારતની રમઝાન દરમિયાન મુસ્લિમો પર હુમલો કરવા બદલ ટીકા કરે છે.

હેકર્સે પિન કરેલા ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, "આ દુનિયા માટે મહત્વનો મેસેજ છે. અમે આયલેન્ડ રીપબ્લિકના તુર્કીના ફુટબોલર્સ સાથે જે કર્યું તેની અમે ટીકા કરીએ છે. અમે શાંતિથી બોલીએ છે પણ અમે તમને અહીં મોટા સાયબર હુમલા વિશે જણાવવા માંગીએ છે."

big b twitter

હેક કર્યા બાદ અમિતાભ બચ્ચનના ટ્વિટ્ટરની બાયો પણ ચેન્જ કરી દેવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે.."અભિનેતા..કેટલાક લોકો એવું કહે છે. લવ પાકિસ્તાન." સાથે જ ડીસ્પ્લે ચેન્જ કરીને ઈમરાન ખાનનો ફોટો લગાવવામાં આવ્યો છે.

હેકર્સે પાકિસ્તાન અને તુર્કીના ધ્વજ પોસ્ટ કરીને લખ્યું કે, "ભારત રાજ્ય, જેણે નિર્દય રીતે રમઝાનના મહિનામાં ઉપવાસ કરી રહેલા મુસ્લિમો પર હુમલો  કર્યો. અબ્દુલ હામિદે ભારતીય મુસ્લિમોને અમને સોંપી દીધા છે."

અકાઉન્ટ થયું પૂર્વવત
જો કે, હેક થયાના માત્ર એક જ કલાકમાં આ તમામ ટ્વીટ હટાવી લેવામાં આવ્યા હતા. ડીસ્પ્લે પિક્ચર અને કવર ફોટો હટાવી લેવામાં આવ્યા હતા. સાથે બાયો પણ ચેન્જ કરી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ રણદીપ હૂડા જોવા મળશે 'મર્દ'માં, 2020માં રિલીઝ થશે ફિલ્મ

2015માં પણ અકાઉન્ટ થયું હતું હેક
આ પહેલી વાર નથી કે જ્યારે બિગ બીનું ટ્વિટ્ટર અકાઉન્ટ હેક થયું હોય. 2015માં પણ અમિતાભ બચ્ચને કહ્યું હતું કે હેકર તેમનું અકાઉન્ટ હેક કરીને તેમના ફોલોઈંગ સેક્શનમાં એડલ્ટ સાઈટ એડ કરી દીધી હતી. આ હેકર્સ ગ્રુપે પહેલા અભિષેક બચ્ચનનું ટ્વિટ્ટર હેન્ડલ પણ હેક કર્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK