બિગ બીને ફ્રેન્ડનું ખાસ ગિફ્ટ
સેલિબ્રલ પલ્સીથી પીડાતા બાવીસ વર્ષના આયુષ કુંદલે અમિતાભ બચ્ચનની એક પેન્ટિંગ બનાવીને તેમને ગિફ્ટરૂપે આપી હતી. નવાઈની વાત એ છે દિવ્યાંગ હોવા છતાં આયુષે આ પેન્ટિંગ પોતાના ડાબા પગની આંગળીઓ દ્વારા બનાવી હતી. આયુષની ૯૦ ટકા બૉડી સેલિબ્રલ પલ્સીથી અસરગ્રસ્ત છે છતાં બિગ બી પ્રત્યેનો તેનો પ્રેમ જોઈને ખુદ બિગ બી પણ અભિભૂત થઈ ગયા હતા. આયુષ સાથે તેની માતા સરોજ કુંદલ અને સુરેશ જુમાનીએ સિનિયર બચ્ચનને તેમના ઘરે જઈને આ પેન્ટિંગ આપી હતી.