કલોલમાં અમિત શાહનો ધુંઆધાર પ્રચાર, બેઠકોનો સિલસિલો ચાલુ

ગાંધીનગર | Apr 14, 2019, 16:50 IST

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતમાં ધુઆંધાર પ્રચાર કરી રહ્યા છે. અમિત શાહ કાર્યકર્તાઓ સાથે બેઠકો પણ કરી રહ્યા છે.

કલોલમાં અમિત શાહનો ધુંઆધાર પ્રચાર, બેઠકોનો સિલસિલો ચાલુ
અમિત શાહનો ધુઆંધાર પ્રચાર

ગાંધીનગરથી લોકસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર અમિત શાહ આજે કલોલમાં ધુઆંધાર પ્રચાર કરશે. સાંજે તેઓ કલોલમાં રોડ શો કરવા જઈ રહ્યા છે. અમિત શાહે દિવસભર સ્થાનિક હોદ્દેદારો સાથે બેઠક કરી અને સ્થિતિની સમીક્ષા કરી.

ગાંધીનગરથી ઉમેદવાર છે શાહ
ગાંધીનગરથી ભાજપના ઉમેદવાર અમિત શાહ છે. અત્યાર સુધી આ બેઠક પરથી ભાજપના વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણી લડતા હતા. અમિત શાહે ઉમેદવારી પત્રક ભરતી વખતે પણ રેલી કરી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી  પડી હતી.

કલોલ કોંગ્રેસ ભડકો
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના રોડ શો પહેલા કલોલ કોંગ્રેસમાં ભડકો થયો છે. કલોલ નગરપાલિકાના ઉપપ્રમુખે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેઓ ભાજપમાં જોડાશે.

આ પણ વાંચોઃ પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરી રાહુલ કરશે ગુજરાતમાં પ્રચાર, બહેન પ્રિયંકા આપશે સાથ

રાજકોટમાં કોંગ્રેસના હોદ્દેદારો ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી પહેલા રાજકોટ જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ અને સેનેટ સભ્ય ભરતસિંહ જાડેજા અને રાજકોટ શહેર-જિલ્લા NSUI પ્રમુખ જયકીશનસિંહ ભાજપમાં જોડાયા. તેમણે મુખ્યમંત્રી વિજય અડવાણીની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો.

rajkot congress

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK