Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદઃ હવે જાહેરમાં થુંકશો તો ઘરે પહોંચશે ઈ-મેમો

અમદાવાદઃ હવે જાહેરમાં થુંકશો તો ઘરે પહોંચશે ઈ-મેમો

27 April, 2019 04:58 PM IST | અમદાવાદ

અમદાવાદઃ હવે જાહેરમાં થુંકશો તો ઘરે પહોંચશે ઈ-મેમો

જાહેરમાં થુંકશો તો મળશે મેમો

જાહેરમાં થુંકશો તો મળશે મેમો


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાન-માવા ખાઈને રસ્તા પર પિચકારી મારતા અને થુંકતા લોકો સામે કડક પગલા લઈ રહ્યું છે.  કેમેરામાં કેદ થયેલા નાગરિકને ઈ-મેમો ફટકારવામાં આવ્યો છે. જેમાં તેમને 100 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.

જાહેર માર્ગ પર થુંકવાનો દંડ
પબ્લિક હેલ્થ બાયલોઝ-2012ની જોગવાઈ અંતર્ગત આ ઈ-મેમો ફટકારવામાં આવ્યો છે. રસ્તા પર લગાવવામાં આવેલા કેમેરામાં આ વ્યક્તિ જાહેર માર્ગ પર થુંકતો કેદ થયો હતો અને તેની નંબર પ્લેટના આધારે તેમને ઈ-મેમો ફટકારવામાં આવ્યો છે. અને તેમણે આ દંડ પણ ભરી દીધો છે.

ahmedabad e memo




માવો ખાવા પર ફાટ્યો મેમો!
આ પહેલા સોશિયલ મીડિયા પર એક એવો પણ ફોટો વાયરલ થયો હતો જેમાં જાહેરમાં માવો ખાવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ ફોટો કેટલો સાચો છે, તે એક સવાલ છે. જો કે મેમોનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.


આ પણ વાંચોઃ પાન-માવો ખાવા પર મળ્યો 100rs નો મેમો, ફોટો થયો વાયરલ

વિદેશીઓ પણ થયા પરેશાન
ગુજરાતીઓને પાન માવો ખાઈને જ્યાં ત્યાં થુંકવાની આદતને લઈને વિદેશઓ પણ પરેશાન છે. લંડનના એક વિસ્તારમાં તો ગુજરાતીમાં બોર્ડ મારવામાં આવ્યું છે કે અહીં માવો ખાઈને થુંકવા પર દંડ થશે.


Whatsapp-channel Whatsapp-channel

27 April, 2019 04:58 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK