મિસ્ટર મોદી સમજે છે કે આખી દુનિયા તેમના જેવી છે: રાહુલ ગાંધી

Published: Jul 08, 2020, 19:34 IST | Gujarati Mid-day Online Correspondent | New Delhi

ગાંધી પરિવારના ત્રણ ટ્રસ્ટની તપાસના આદેશથી ભડકી ઉઠેલા રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર કર્યા પ્રહાર

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

ગૃહ મંત્રાલયે કૉંગ્રેસ અને ગાંધી પરિવારના ત્રણ ટ્રસ્ટો રાજીવ ગાંધી ફાઉન્ડેશન, રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ અને ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટની તપાસ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સ્પેશિયલ ડાયરેક્ટરના નેતૃત્વમાં સમિતિ બનાવી છે. તપાસના આદેશથી ભડકી ઉઠેલા રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું છે કે, મિસ્ટર મોદી ક્યારેય નહીં સમજે કે સત્ય માટે લડનારને ક્યારે ડરાવી ધમકાવી શકાય નહીં.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું છે કે, મિસ્ટર મોદીજ માને છે કે દુનિયા તેમના જેવી જ છે. તે સમજે છે કે દરેક વ્યક્તિની એક કિંમત હોય છે અને તેને ધમકાવી શકાય છે. તે ક્યારેય નહીં સમજે કે સત્ય માટે લડતા લોકોની કોઈ કિંમત હોતી નથી અને તેમને ક્યારેય ધમકાવી શકાય નહીં.

તપાસના આદેશ બાદ કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં કહ્યું છે કે, કાયરતાપૂર્ણ હરકતોથી કોઈ તેમને ધમકાવી શકતા નથી.

આ પણ વાંચો: કોંગ્રેસની મુશ્કેલીઓમાં વધારો: રાજીવ ગાંધી ફાઉન્ડેશન સહિત ત્રણ ટ્રસ્ટની થશે તપાસ

નોંધનીય છે કે, ભાજપે જ સૌથી પહેલા ગાંધી પરિવાર પર આરોપ લગાવ્યા હતા કે, રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીની એમ્બેસી દ્વારા ધનપ્રાપ્તિ થઇ રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK