શશી થરૂરના ઘરે સોનિયાને લખેલા પત્રની યોજના ઘડાઈ હતી

Published: 26th August, 2020 07:26 IST | Agencies | New Delhi

ડિનર પાર્ટીમાં કૉન્ગ્રેસના મોટા નેતાઓ હાજર રહ્યા હતા

શશી થરૂર
શશી થરૂર

કૉન્ગ્રેસ પાર્ટીમાં બદલાવની માગણીને લઈ પાર્ટી અધ્યક્ષા સોનિયા ગાંધીને લખાયેલી ચિઠ્ઠીને લઈ હોબાળો થઈ ગયો છે. હવે એક મીડિયા રિપોર્ટના હવાલેથી કહેવાય છે કે આ ચિઠ્ઠીની પટકથા પાંચ મહિના પહેલાં કૉન્ગ્રેસ સંસદસભ્ય શશી થરૂર દ્વારા આપવામાં આવેલ ડિનર પાર્ટીમાં લખાઈ હોવી જોઈએ. આપને જણાવી દઈએ કે શશી થરૂરની ડિનર પાર્ટી માર્ચમાં થઈ હતી અને એમાં કૉન્ગ્રેસના કેટલાય વરિષ્ઠ નેતા સામેલ થયા હતા.ઉલ્લેખનીય છે કે શશી થરૂરની ડિનર પાર્ટીમાં સામેલ થનાર કેટલાય

નેતાઓએ આ ચિઠ્ઠી પર હસ્તાક્ષર કર્યા નહોતા. એક મીડિયા રિપોર્ટના મતે શશી થરૂરની આ ડિનર પાર્ટીમાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમ, તેમના દીકરા કાર્તિ ચિદમ્બરમ, સચિન પાઇલટ, અભિષેક મનુ સિંધવી અને મણિશંકર ઐય્યર જેવા નેતા સામેલ થયા હતા, પરંતુ તેમણે ચિઠ્ઠી પર હસ્તાક્ષર કર્યા નથી.

જોકે શશી થરૂરની ડિનર પાર્ટીમાં સામેલ થનાર કેટલાય નેતાઓએ પાર્ટીના પત્રને લઈ ઔપચારિક વાતચીત થયાની ના પાડી દીધી છે. અભિષેક મનુ સિંધવીએ કહ્યું કે મને શશી થરૂર દ્વારા પાર્ટીમાં આમંત્રિત કરાયા હતા. આ પાર્ટીમાં પાર્ટીની અંદર સુધારને લઈ અનૌપચારિક વાતચીત થઈ હતી. જોકે મને કોઈ પત્ર વિશે કોઈ માહિતી આપવામાં આવી નહોતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK