Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પ્લેનમાં બીજી છોકરીને જોવા બદલ ગર્લફ્રેન્ડે બોયફ્રેન્ડને ઠમઠોર્યો

પ્લેનમાં બીજી છોકરીને જોવા બદલ ગર્લફ્રેન્ડે બોયફ્રેન્ડને ઠમઠોર્યો

25 July, 2019 11:35 AM IST | અમેરિકા

પ્લેનમાં બીજી છોકરીને જોવા બદલ ગર્લફ્રેન્ડે બોયફ્રેન્ડને ઠમઠોર્યો

વીડિયો થયો છે વાઈરલ

વીડિયો થયો છે વાઈરલ


લગ્ન સંબંધમાં કે રિલેશનશિપમાં ઝઘડા સામાન્ય વાત છે. એવું પણ કહેવાય છે કે મીઠા ઝઘડા પણ થવા જોઈએ, તો જ સંસાર સારો ચાલે. પરંતુ સંબંધોમાં ક્યારેક એવી ઘટનાઓ બનતી હોય છે, જે બે પાર્ટનરને એકબીજાના વિરોધી બનાવી દે. અમેરિકામાં બનેલી આવી એક ઘટના બની છે, જેમા બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડના ઝઘડાએ લોકોને મનોરંજન પુરુ પાડ્યું. ઘટના એવી હતી કે ફ્લાઈટમાં જ એક યુવતીએ પોતાના બોયફ્રેન્ડને મોંઘામૂલા લેપટોપથી ઠમઠોરી નાખ્યો. કારણ એ હતું કે આ ભાઈ સાહેબ પોતાની ગર્લફ્રેન્ડની બાજુમાં બેસીને બીજી મહિલાઓને જોવાની કોશિશ કરતા હતા.

આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. જેમાં આ યુવતી તેના બોયફ્રેન્ડને મારતી દેખાઈ રહી છે. આ વીડિયોની શરૂઆત યુવતી અને તેના બોયફ્રેન્ડ વચ્ચે બોલાચાલીથી થાય છે. જેમાં આ યુવતી વારંવાર એફ વર્ડ યુઝ કરી રહી છે. આખરે કંટાળીને તેનો બોયફ્રેન્ડ સીટમાંથી ઉભા થઈને નાસી જવાની કોશિશ કરે છે, તો ગુસ્સે ભરાયેલી યુવતી પોતાનું લેપટોપ તેના બોયફ્રેન્ડના માથામાં ફટકારે છે. જો કે આટલેથી પણ આ બહેનને સંતોષ નથી થતો, તે પાછળ જઈને પોતાના બોયફ્રેન્ડને લેપટોપ વડે મારવાની કોશિશ કરે છે.



અહીં જુઓ વીડિયો


આખી ઘટના દરમિયાન ફ્લાઈટના ક્રૂ મેમ્બર્સ વચ્ચે પડીને બંનેને સમજાવવાની કોશિશ કરે છે. પરંતુ બેમાંથી એકેય અટકી નથી રહ્યા. આ હોબાળામાં કેટલાક પેસેન્જર્સ બહેનને ઉતારી દેવા માગ કરે છે. પરંતુ ગુસ્સામાં રણચંડી બનેલી આ યુવતીને કોઈ અટકાવી નથી શક્તું. જો કે આખરે આ યુવતી પણ પોતાના બોયફ્રેન્ડ સાથે પ્લેનમાંથી ઉતરી ગઈ. પણ તેમનો ઝઘડાનું શું થયું એ જાણી શકાયું નથી.


આ પણ વાંચોઃ Sanjay Chhel:દ્વારકામાં જન્મેલા આ રાઈટરની બોલીવુડમાં છે બોલબાલા

મળતી માહિતી પ્રમાણે આ ઘટના અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટમાં બની હતી. ફ્લાઈટ માયામીથી લોસ એન્જલસ જઈ રહી હતી, ત્યારે જ આ બે જણ ઝઘડી પડ્યા. જો કે આખીય ઘટના બાદ આ મહિલાની અમેરિકન પોલીસે ધરપકડ કરી છે.

Whatsapp-channel Whatsapp-channel

25 July, 2019 11:35 AM IST | અમેરિકા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK