બ્રિટનના લેન્કેશરની એક બુક-શૉપમાં નોકરી કરતા ૪૪ વર્ષના નીલ કેનમુરને વિશિષ્ટ ન્યુરોલૉજિકલ ડિસીઝ છે. અફાન્તેશિયા નામની એ બીમારી બ્લાઇન્ડ મેન્સ આઇ નામે પણ ઓળખાય છે. એ બીમારીમાં વ્યક્તિ કોઈ પણ વર્ણન સાંભળીને એનાં ચિત્રોનો મગજમાં અહેસાસ કરી શકતા નથી. તેઓ પુસ્તકની દુકાનમાં નોકરી કરતા હોવાથી સ્વાભાવિક રીતે પુસ્તકો વાંચે છે, પરંતુ કુદરતી સૌંદર્યના કે અન્ય ભૌગોલિક વર્ણનો સમજાતાં નથી. પહાડો અને નદીનાં વર્ણનો હોય કે અન્ય બાબતોનાં ચિત્રો તેમના મગજમાં ઊપસતાં નથી. ભૌગોલિક સિવાયનાં અન્ય વર્ણનો, ચિત્રણોનો પણ તેમને માનસિક સાક્ષાત્કાર થતો નથી. નીલ કેનમુરને બાળપણમાં ઘણી વખત રાતે ઊંઘ આવતી નહોતી. એ વખતે તેમને પપ્પા કહેતા હતા, ‘બેટા, કલ્પના કર કે ચરાણમાં ઘેટાં ચરે છે. એ ઊછળકૂદ કરતાં ઘેટાં એક પછી એક વાડ કૂદી રહ્યાં છે.’ એ વખતે તેમને કાંઈ સમજાતું નહોતું કે એવું કોઈ કાલ્પનિક ચિત્ર તેમના દિમાગમાં સર્જાતું નહોતું. વિઝ્યુઅલાઇઝેશનના અભાવની આ બીમારીને ૧૮૮૦માં પહેલી વખત સર ફ્રાન્સિસ ગાલ્ટને પારખી હતી. વીસમી સદીના એક સર્વેક્ષણમાં કોઈ પણ સમયે સરેરાશ કુલ વસ્તીના ૨.૫ ટકા લોકો આ બીમારીનો ભોગ બનતા હોવાનું નોંધાયું હતું. આ જન્મજાત બીમારી હોવાનું મનાય છે, જેમાં સામેની સ્થિતિને માણસ સમજી શકે છે, પરંતુ મગજમાં એનો પડઘો પડતો નથી.
છોકરીએ છોકરાને કરી એવી Kiss, કે છોકરો હંમેશા માટે થઈ ગયો ગૂંગો, વાંચો
26th February, 2021 13:05 ISTવિશ્વનું સૌથી મોટું ૧૨૬ ફુટનું શિવલિંગ
26th February, 2021 09:36 ISTબન્ને પગ ગુમાવનાર બંગાળની આ યોગ-ઇન્સ્ટ્રક્ટર લોકો માટે પ્રેરણારૂપ
26th February, 2021 09:31 ISTબ્રાઝિલમાં બે જોડિયા બહેનોએ એકસાથે કરાવી લિંગ-પરિવર્તનની સર્જરી
26th February, 2021 09:27 IST