Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં મહિલાએ સંબંધ તોડતા પુરુષે 15 લાફા માર્યા

ગુજરાતમાં મહિલાએ સંબંધ તોડતા પુરુષે 15 લાફા માર્યા

23 December, 2020 05:35 PM IST | Gujarat
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગુજરાતમાં મહિલાએ સંબંધ તોડતા પુરુષે 15 લાફા માર્યા

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


ગુજરાતમાં 24 વર્ષની મહિલાએ ફરિયાદ કરી છે કે તેના પ્રેમી સાથે સંબંધ યથાવત્ ન રાખતા તેને 15 લાફા માર્યા હતા. પોલીસના કહેવા પ્રમાણે આ મહિલા એક સરકાર હસ્તક બૅન્કની નરોડા બ્રાન્ચમાં ક્લર્ક તરીકે કામ કરે છે.

અમદાવાદ મિરરમાં આવેલા રિપોર્ટ પ્રમાણે, એક મહિલા તાનીયા (નામ બદલ્યું છે) રાજસ્થાનના ગંગાનગરની છે, જે શશીબાગમાં રહે છે. તેણે સાબરમતિ રિવરફ્રન્ટ (ઈસ્ટ) પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તે બસ સ્ટેન્ડમાં બસની રાહ જોતી હતી તે સમયે તેનો ભૂતપૂર્વ પ્રેમી યશવંત રાણા (34) આવ્યો, જે ગાંધીનગરનો રહેવાસી છે.



રાણાની મોટરસાયકલમાં બેસીને તે રિવરફ્રન્ટના ઈસ્ટર્ન પાર્ટમાં રિવફ્રન્ટના ગાર્ડનના ગેટ નંબર-2માં પહોંચી હતી. રાણા સાથે તેણે વાતચીત કરી કે શા માટે તે ફોન ઉપાડતી નથી. વાત આગળ વધતા રાણાએ તેની મારપીટ કરી હતી.


તાનિયાએ આરોપ મૂક્યો છે કે રાણાએ તેને 15 લાફા માર્યા છે, તેમ જ મારી નાખવાની ધમકી પણ આપી છે. રાણાએ તાનિયાને તેના ઘર પાસે મૂકી જે પછી તાનિયા પોલીસ કમિશનરની ઓફિસમાં પહોંચી અને રિવરફ્રન્ટ (ઈસ્ટ) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

23 December, 2020 05:35 PM IST | Gujarat | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK