Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ડાંગઃભૂત છે કે પછી ન ભણવા માટેનું નાટક?

ડાંગઃભૂત છે કે પછી ન ભણવા માટેનું નાટક?

05 January, 2019 08:04 AM IST | ડાંગ
રશ્મિન શાહ

ડાંગઃભૂત છે કે પછી ન ભણવા માટેનું નાટક?

જમીન પર પડીને ધૂણવા લાગે છે વિદ્યાર્થીઓ

જમીન પર પડીને ધૂણવા લાગે છે વિદ્યાર્થીઓ


ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના આંબાપાડા ગામની સરકારી સ્કૂલમાં છઠ્ઠું અને આઠમું ધોરણ ભણતા ત્રણ આદિવાસી વિદ્યાર્થી અશ્વિન, અમિત અને રાહુલ સવારે અગિયાર વાગ્યા પછી અચાનક જ અજબ હરકતો કરવાનું શરૂ કરી દે છે. શરૂઆતમાં તે સાપની જેમ પેટે ચાલે છે. અડધા કલાક સુધી આમ જ આખી સ્કૂલમાં ફર્યા પછી ત્રણેય ધૂણવા અને ધ્રૂજવા માંડે છે અને ન સમજાય એવી રીતે બકવાસ કરવાનું શરૂ કરી દે છે. સ્કૂલમાં કુલ આઠ ક્લાસરૂમ છે, આ પૈકીના સાતમા ક્લાસમાં જઈને આ વિદ્યાર્થીઓ અચાનક જ આ રૂપમાં આવી જાય છે. સવારે સાડાદસ વાગ્યે રિસેસ પડે એ પછી ક્લાસ શરૂ થાય એટલે ત્રણેય સ્ટુડન્ટ વારાફરતી એવી રીતે ઊભા થાય કે જાણે ચાવી દીધેલું રમકડું હોય. સીધા પેલા બંધ ક્લાસરૂમમાં જાય અને પછી બહાર આવે ત્યારે સંપૂર્ણ બદલાઈ ગયા હોય. પોતાની આ હરકત દરમ્યાન તે કોઈને શારીરિક નુકસાન નથી પહોંચાડતા, પણ સ્વાભાવિક રીતે બીજા સ્ટુડન્ટ્સ તેમની આ હરકતો જોઈને ડરી જતા હોવાથી સ્કૂલે નાછૂટકે બીજા સ્ટુડન્ટ્સને સાડાદસ વાગ્યા પછી છોડી મૂકવાનું શરૂ કરવું પડ્યું છે. આંબાપાડા સરકારી સ્કૂલના માધ્યમિક વર્ગના શિક્ષક કે. ડી. બસરાવાએ કહ્યું હતું કે ‘આ સ્ટુડન્ટ્સને છોડી મૂકવામાં આવે તો તેમના વર્તનમાં કોઈ ફરક નથી પડતો. સ્કૂલમાં હોય તો જ અને એક્ઝૅક્ટ અગિયાર વાગ્યા પછી જ તેમના વર્તનમાં આ પ્રકારનો ફેરફાર આવે છે.’

children



સ્કૂલમાં ધૂણે છે વિદ્યાર્થીઓ


અશ્વિન, અમિત અને રાહુલ ત્રણેત્રણ સ્ટુડન્ટ હોશિયાર છે અને ભણવાની બાબતમાં ચીવટ ધરાવે છે એટલે એવું પણ માની ન શકાય કે આ સ્ટુડન્ટ્સે ભણવું ન હોવાથી આવાં ત્રાગાં શરૂ કર્યા છે.

જે ક્લાસમાં જઈને સ્ટુડન્ટ્સનું વર્તન બદલાય છે એ ક્લાસરૂમને બંધ કરી દેવાનું પણ નક્કી કરવામાં આવ્યું જેથી અન્ય વિદ્યાર્થીઓ એ રૂમમાં અંદર ન જાય. જોકે આ ત્રણ સ્ટુડન્ટ એ ક્લાસને બંધ જોઈને જાતે જ તાળું તોડીને અંદર જાય છે અને અંદર જઈને તેમનું વર્તન બદલાય છે.


આ પણ વાંચોઃ ગાડી સ્ટાર્ટ નહીં થતાં બોનેટ ખોલ્યું તો નીકળ્યો આઠ ફૂટ લાંબો અજગર!

બોલો, બોલાવ્યો ભૂવાને

વિદ્યાર્થીઓના વર્તનને જોઈને ડૉક્ટરને બોલાવવાને બદલે આંબાપાડા ગામ અને સ્કૂલના ટીચરોએ ફાળો એકત્રિત કરીને ભૂવાને બોલાવીને આ બાળકો પર ભૂતપ્રેત ભગાડવાની વિધિ પણ કરી, પણ એનાથી કોઈ ફરક નહોતો પડ્યો અને વિદ્યાર્થીઓ બીજા દિવસથી રાબેતા મુજબ અગિયાર વાગતાં આવું વિચિત્ર વર્તન કરતા થઈ ગયા હતા. આ વર્તન અકબંધ રહેતાં હવે ડાંગ જિલ્લાના કલેક્ટર બી. કે. કુમારને આ વિશે જાણકારી આપવામાં આવી છે. બી. કે. કુમારે કહ્યું હતું કે ‘શિક્ષણ વિભાગના અને જિલ્લાના વિકાસ અધિકારીઓને મોકલીને તપાસ થશે, એ પછી જ આના વિશે વધારે કહી શકાય, પણ સાંભળતાં અને વિડિયો જોયા પછી એ વર્તન વિચિત્ર ચોક્કસ લાગે છે. જોકે ભૂતબૂત જેવી વાતો માનવી પણ ન જોઈએ અને સાંભળવી પણ ન જોઈએ.’

Whatsapp-channel Whatsapp-channel

05 January, 2019 08:04 AM IST | ડાંગ | રશ્મિન શાહ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK