એકાદ દિવસની લાગતી બાળાનું ગળું દબાવીને હત્યા થઈ હોવાની આશંકા

Published: 4th December, 2012 05:48 IST

ભાઈંદર (વેસ્ટ)માં આવેલી સૌથી ભીડભાડવાળી બેકરી ગલીમાંથી ગઈ કાલે સવારે સાડાઅગિયાર વાગ્યે એક નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.




શ્રીરામ સહારા નામની સોસાયટીના ગેટ પાસે પડેલી કચરાપેટીમાંથી આ શિશુનો મૃતદેહ મળ્યો હતો. ગઈ કાલે સવારે જ્યારે સફાઈ-કર્મચારીઓ કચરાપેટીની સફાઈ કરી રહ્યા હતા ત્યારે પેટીમાંથી તેમને પ્લાસ્ટિકની થેલી મળી હતી. કર્મચારીઓએ ખોલીને જોતાં અંદરથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિક રહેવાસી અને કર્મચારીઓએ તરત ભાઈંદર પોલીસ-સ્ટેશને આની જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળની તપાસ કરીને મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મુંબઈની જે. જે. હૉસ્પિટલમાં મોકલ્યો હતો.

આ વિશે વધુ માહિતી આપતાં કેસ સંભાળી રહેલા ભાઈંદર પોલીસ-સ્ટેશનના એએસઆઇ ચંદ્રકાન્ત કોળીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલમાં મૃતદેહ પોસ્ટમૉર્ટમ માટે મોકલાવવામાં આïવ્યો છે. રર્પિોટ આવે ત્યારે વધુ માહિતી મળી શકશે. નવજાત બાળકી લગભગ એકાદ-બે દિવસની જ લાગી રહી છે. પ્રાથમિક તપાસમાં તેનું ગળું દબાવીને મારી નાખી હોય એવું લાગી રહ્યું છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK