બેસ્ટના ભાડામાં એક રૂપિયાનો વધારો : જોકે અમલીકરણ ૨૦૧૩ની ૧ એપ્રિલથી

Published: 23rd November, 2012 05:01 IST

ઈંધણના દરમાં સતત થઈ રહેલા વધારાને પગલે છેલ્લા છ મહિનામાં બીજી વાર બેસ્ટના ભાડામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગઈ કાલે યોજાયેલી બેસ્ટ કમિટીની મીટિંગમાં શિવસેના-બીજેપીએ બહુમતીના આધારે ભાડું વધારવાનો નિર્ણય લીધો હતો. જોકે આ વધારો ૨૦૧૩ની ૧ એપ્રિલથી લાગુ પડશે, કારણ કે બેસ્ટ કમિટીએ ભાડાવધારો કરવાનો નિર્ણય મંજૂર કર્યા બાદ હવે એને સુધરાઈમાં મંજૂરી માટે મોકલવામાં આવશે. એના પર ચર્ચા થશે અને ત્યાર બાદ એને અમલમાં મૂકવામાં આવશે. હજી એપ્રિલ ૨૦૧૨માં જ મિનિમમ ભાડામાં એક રૂપિયાનો અને મૅક્સિમમ ભાડામાં ૧૬ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. હવે બે કિલોમીટરનું ભાડું પાંચ રૂપિયાને બદલે છ રૂપિયા થઈ જશે અને ત્રણ કિલોમીટરનું સાત રૂપિયાનું ભાડું આઠ રૂપિયા થઈ જશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK