આ મદનિયાનો ૭૦૦ દિવસની ગર્ભાવસ્થાને પગલે જન્મ થયો

Published: 31st October, 2011 01:45 IST

હાથીઓની યાદદાસ્ત સારી હોવાનું મનાય છે, પરંતુ હવે તેઓ લાંબી સગર્ભાવસ્થા માટે પણ પ્રખ્યાત થશે. બેડફર્ડશૉના વિપ્સનાદે ઝૂમાં એક હાથણીએ ૭૦૦ દિવસ પછી મદનિયાને જન્મ આપ્યો હતો. સામાન્ય રીતે હાથણી ૨૨ મહિનાના પ્રસવકાળ બાદ બાળકને જન્મ આપતી હોય છે.

 

 

આનો અર્થ એ થયો કે પ્રેગ્નન્સી બે મહિના મોડી થઈ હતી. આટલા વિલંબ બાદ જન્મ આપનાર મદનિયાના કદનો પણ નવો ઇતિહાસ સર્જાયો હતો. આ મદનિયાનું કદ ૧૦૪ કિલો છે, જે આ ઝૂનું સૌથી નાની સાઇઝનું મદનિયું છે.

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK