કુદરતના ખોળે વસેલા ડાંગની આ જગ્યાઓની અચૂક લેજો મુલાકાત

Published: Aug 29, 2019, 11:49 IST | Falguni Lakhani
 • ડોન હિલ સ્ટેશન ડાંગથી 33 કિમી દૂર આવેલું ડોન હિલ સ્ટેશન ટ્રેકિંગ માટે  બેસ્ટ છે. અહીં સાપુતારા જેવી ભૌતિક સુવિધા તો નથી પરંતુ કુદરતી સૌંદર્ય ખોબલે ખોબલે વેરાયેલ છે. અહીં આસપાસ ઝરણાંઓ પણ આવેલા છે. જે તેની સુંદરતામાં વધારો કરે છે. (તસવીર સૌજન્યઃ દર્પણ ડોડિયા)

  ડોન હિલ સ્ટેશન
  ડાંગથી 33 કિમી દૂર આવેલું ડોન હિલ સ્ટેશન ટ્રેકિંગ માટે  બેસ્ટ છે. અહીં સાપુતારા જેવી ભૌતિક સુવિધા તો નથી પરંતુ કુદરતી સૌંદર્ય ખોબલે ખોબલે વેરાયેલ છે. અહીં આસપાસ ઝરણાંઓ પણ આવેલા છે. જે તેની સુંદરતામાં વધારો કરે છે.
  (તસવીર સૌજન્યઃ દર્પણ ડોડિયા)

  1/9
 • વિલ્સન હિલ્સ વલસાડ જિલ્લાના ધરમપુર ગામમાં વિલ્સન હિલ્સ આવેલી છે. જે સહ્યાદ્રિ પર્વતમાળાનો જ એક ભાગ છે. દરિયાની સપાટીથી 2300 ફૂટ ઉંચે આવેલું આ સ્થળ તેના નયન રમ્ય દ્રશ્યોના કારણે હંમેશા પ્રકૃતિ પ્રેમીઓનું પ્રિય રહ્યું છે. (તસવીર સૌજન્યઃ દર્પણ ડોડિયા)

  વિલ્સન હિલ્સ
  વલસાડ જિલ્લાના ધરમપુર ગામમાં વિલ્સન હિલ્સ આવેલી છે. જે સહ્યાદ્રિ પર્વતમાળાનો જ એક ભાગ છે. દરિયાની સપાટીથી 2300 ફૂટ ઉંચે આવેલું આ સ્થળ તેના નયન રમ્ય દ્રશ્યોના કારણે હંમેશા પ્રકૃતિ પ્રેમીઓનું પ્રિય રહ્યું છે.

  (તસવીર સૌજન્યઃ દર્પણ ડોડિયા)

  2/9
 • સાપુતારા સાપુતારા શબ્દનો અર્થ ‘સાપનું ઘર’ એવો થાય છે. ત્યાં પહેલા ઢગલાબંધ સાપ જોવા મળતા હતા. આજે પણ જંગલમાં સાપનાં દર્શન દુર્લભ નથી. સાપુતારાનો હિલ સ્ટેશન તરીકે સારો એવો વિકાસ થયો છે. આજુબાજુનાં જંગલોમાં આદિવાસીઓની છૂટીછવાઇ વસાહતો છે. ત્યાનાં આદિવાસીઓનાં પરંપરાગત નૃત્યો પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.

  સાપુતારા
  સાપુતારા શબ્દનો અર્થ ‘સાપનું ઘર’ એવો થાય છે. ત્યાં પહેલા ઢગલાબંધ સાપ જોવા મળતા હતા. આજે પણ જંગલમાં સાપનાં દર્શન દુર્લભ નથી. સાપુતારાનો હિલ સ્ટેશન તરીકે સારો એવો વિકાસ થયો છે. આજુબાજુનાં જંગલોમાં આદિવાસીઓની છૂટીછવાઇ વસાહતો છે. ત્યાનાં આદિવાસીઓનાં પરંપરાગત નૃત્યો પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.

  3/9
 • નિનાઈ ધોધ નિનાઈ ધોધ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં આવેલો છે. 30 ફૂટ કરતા પણ વધારે ઉંચાઈથી પડતા આ ધોધનો નજારો અવિસ્મરણીય છે. રમણીય જંગલોની વચ્ચે આવેલા આ સ્થળની મુલાકાત વેકેશનમાં ચોક્કસ લેવા જેવી છે. (તસવીર સૌજન્યઃ gujrattourism.com)

  નિનાઈ ધોધ
  નિનાઈ ધોધ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં આવેલો છે. 30 ફૂટ કરતા પણ વધારે ઉંચાઈથી પડતા આ ધોધનો નજારો અવિસ્મરણીય છે. રમણીય જંગલોની વચ્ચે આવેલા આ સ્થળની મુલાકાત વેકેશનમાં ચોક્કસ લેવા જેવી છે.

  (તસવીર સૌજન્યઃ gujrattourism.com)

  4/9
 • ગીરા ધોધ ડાંગ જિલ્લાના વઘઈમાં આવેલો આ ધોધ ડાંગથી સાપુતારા જતા રસ્તામાં આવે છે. અહીં અંબિકા નદી ધોધ સ્વરૂપે વહે છે. અને આગળ વહી અરબી સમુદ્રને મળે છે. ત્રીસ મીટરની ઉંચાઈએથી પડતા આ ધોધની ગર્જના દૂર દૂર સુધી સંભળાય છે. અને ધોધની છેક નજીક સુધી વાહન લઈ જવાની પણ વ્યવસ્થા છે. અહીં આવીને એમ થાય કે જાણે ધોધને જોયા જ કરીએ. (તસવીર સૌજન્યઃ gujrattourism.com)

  ગીરા ધોધ
  ડાંગ જિલ્લાના વઘઈમાં આવેલો આ ધોધ ડાંગથી સાપુતારા જતા રસ્તામાં આવે છે. અહીં અંબિકા નદી ધોધ સ્વરૂપે વહે છે. અને આગળ વહી અરબી સમુદ્રને મળે છે. ત્રીસ મીટરની ઉંચાઈએથી પડતા આ ધોધની ગર્જના દૂર દૂર સુધી સંભળાય છે. અને ધોધની છેક નજીક સુધી વાહન લઈ જવાની પણ વ્યવસ્થા છે. અહીં આવીને એમ થાય કે જાણે ધોધને જોયા જ કરીએ.
  (તસવીર સૌજન્યઃ gujrattourism.com)

  5/9
 • વઘઈ બોટાનિકલ ગાર્ડન રાજ્યનું સૌથી મોટું બોટાનિકલ ગાર્ડન એટલે વઘઈ બોટાનિકલ ગાર્ડન. અનેક એવા વૃક્ષો અને ઔષધિઓ છે જે માત્ર અહીં જ સચવાયેલા છે. ડાંગ જિલ્લાના વઘઈમાં આવેલું આ ગાર્ડન 24 હેક્ટરમાં ફેલાયેલું છે. જેમાં 11 વિભાગો છે. જે દુર્લભ ઔષધિઓનો ભંડાર છે.

  વઘઈ બોટાનિકલ ગાર્ડન
  રાજ્યનું સૌથી મોટું બોટાનિકલ ગાર્ડન એટલે વઘઈ બોટાનિકલ ગાર્ડન. અનેક એવા વૃક્ષો અને ઔષધિઓ છે જે માત્ર અહીં જ સચવાયેલા છે. ડાંગ જિલ્લાના વઘઈમાં આવેલું આ ગાર્ડન 24 હેક્ટરમાં ફેલાયેલું છે. જેમાં 11 વિભાગો છે. જે દુર્લભ ઔષધિઓનો ભંડાર છે.

  6/9
 • શબરી ધામ ડાંગ જિલ્લાના સુબિર ગામથી પૂર્વ દિશામાં આ ગામ આવેલું છે. આહવાથી આ સ્થળ 33 કિમી દૂર છે.થાનિક માન્યતા મુજબ આ સ્થળે શબરી સાથે ભગવાન રામની મુલાકાત થઈ હતી, જેનો ઉલ્લેખ રામાયણમાં કરવામાં આવેલ છે. અહીંના આદિવાસીઓની સંસ્કૃતિમાં ભગવાન રામ, સીતા, લક્ષ્મણને લગતી લોકવાર્તાઓ પણ સાંભળવા મળે છે. અહીં ચારે તરફ વનરાજીની વચ્ચે નાના ટેકરા પર આવેલા ભવ્ય મંદિર ખાતે રામાયણ સાથે સંકળાયેલી શબરી-પ્રસંગની તસવીરો તેમ જ મૂર્તિઓ જોવા મળે છે. અહીં નજીક પંપા સરોવર પણ આવેલું છે.

  શબરી ધામ
  ડાંગ જિલ્લાના સુબિર ગામથી પૂર્વ દિશામાં આ ગામ આવેલું છે. આહવાથી આ સ્થળ 33 કિમી દૂર છે.થાનિક માન્યતા મુજબ આ સ્થળે શબરી સાથે ભગવાન રામની મુલાકાત થઈ હતી, જેનો ઉલ્લેખ રામાયણમાં કરવામાં આવેલ છે. અહીંના આદિવાસીઓની સંસ્કૃતિમાં ભગવાન રામ, સીતા, લક્ષ્મણને લગતી લોકવાર્તાઓ પણ સાંભળવા મળે છે. અહીં ચારે તરફ વનરાજીની વચ્ચે નાના ટેકરા પર આવેલા ભવ્ય મંદિર ખાતે રામાયણ સાથે સંકળાયેલી શબરી-પ્રસંગની તસવીરો તેમ જ મૂર્તિઓ જોવા મળે છે. અહીં નજીક પંપા સરોવર પણ આવેલું છે.

  7/9
 • પુર્ણા વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી આ વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી વેસ્ટર્ન ઘાટ પર્વતમાળામાં આવેલું છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ અભયારણ્ય પથરાયેલું છે. પુર્ણા નદીના કાંઠે તે આવેલું હોવાથી તેનું નામ પુર્ણા વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી રાખવામાં આવ્યું છે.અહીં ચિતા, જંગલી બિલાડી, વાંદરાઓ. હરણ, સાબર, ચિતલ જેવા પ્રાણીઓ જોવા મળી જાય છે. કુદરતા ખોળે વસેલું આ અભયારણ્ય મસ્ટ વિઝિટ પ્લેસ છે.

  પુર્ણા વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી
  આ વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી વેસ્ટર્ન ઘાટ પર્વતમાળામાં આવેલું છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ અભયારણ્ય પથરાયેલું છે. પુર્ણા નદીના કાંઠે તે આવેલું હોવાથી તેનું નામ પુર્ણા વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી રાખવામાં આવ્યું છે.અહીં ચિતા, જંગલી બિલાડી, વાંદરાઓ. હરણ, સાબર, ચિતલ જેવા પ્રાણીઓ જોવા મળી જાય છે. કુદરતા ખોળે વસેલું આ અભયારણ્ય મસ્ટ વિઝિટ પ્લેસ છે.

  8/9
 • વાંસદા નેશનલ પાર્ક ડાંગ જિલ્લાના પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે બનેલું આ નેશનલ પાર્ક 24 કિલોમીટરમાં ફેલાયેલું છે. આ નેશનલ પાર્કમાં અજગર, કોબ્રા, જંગલી બિલાડી, દીપડો, જંગલી ભૂંડ, સાબર અને સ્થાનિક પક્ષીઓનો કલરવ સાંભળવા મળે છે. (તસવીર સૌજન્યઃ forest.gujarat.gov.in)

  વાંસદા નેશનલ પાર્ક
  ડાંગ જિલ્લાના પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે બનેલું આ નેશનલ પાર્ક 24 કિલોમીટરમાં ફેલાયેલું છે. આ નેશનલ પાર્કમાં અજગર, કોબ્રા, જંગલી બિલાડી, દીપડો, જંગલી ભૂંડ, સાબર અને સ્થાનિક પક્ષીઓનો કલરવ સાંભળવા મળે છે.
  (તસવીર સૌજન્યઃ forest.gujarat.gov.in)

  9/9
 • loading...

ફોટોઝ વિશે

કુદરતે ગુજરાતને આપેલું વરદાન એટલે ડાંગ...જો તમે પ્રકૃતિ પ્રેમી હો તો તમારે આ જિલ્લાની મુલાકાત જરૂરથી લેવી જોઈએ..અને આ સ્થળોની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ..

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK