Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ડાયાબિટીઝને કાબૂમાં રાખવો હોય તો શું કરશો?

ડાયાબિટીઝને કાબૂમાં રાખવો હોય તો શું કરશો?

27 November, 2020 03:00 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડાયાબિટીઝને કાબૂમાં રાખવો હોય તો શું કરશો?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારતમાં મધુપ્રમેહના દરદીઓનું પ્રમાણ ખૂબ વધી રહ્નાં છે એની પાછળ ખોટી લાઇફ-સ્ટાઇલ જ કારણભૂત છે. બ્લડ-શુગરને કન્ટ્રોલમાં રાખવા માટે ખાવા-પીવામાં શું કાળજી રાખવી એ જાઈએ

ભારતમાં ડાયાબિટીઝના દરદીઓનું પ્રમાણ જે હદે વધી રહ્નાં છે એ ચિંતાજનક છે. આમ તો આ અમીરોનો રોગ કહેવાય છે, કેમ કે આપણી ખોટા એશઆરામવાળી લાઇફ-સ્ટાઇલનું જ એ પરિણામ છે. ડાયાબિટીઝ મૉડર્ન મેડિસિનની ખોજ છે. બાકી આયુર્વેદમાં આ રોગને પ્રમેહ
કહે છે.
આપણે ત્યાં આજેય લોકો એવું કહેતા સાંભળવા મળે છે કે વધુ ગળ્યું ખાશો નહીં, ડાયાબિટીઝ થઈ જશે. ભલા માણસ, સાજા-સમો માણસ ગળ્યું ખાય કે વધુ ગળ્યું ખાય તો તેને પ્રમેહ થઈ જાય છે એવું નથી હોતું. એક સ્વસ્થ વ્યક્તિ ગળ્યું ખાય તો તેનું બ્લડ-શુગર વધી જતું નથી. જ્યારે આપણા શરીરમાંના ગ્લુકોઝનું એનર્જીમાં રૂપાંતર કરવાની ક્ષમતામાં ખોટ આવે ત્યારે ગ્લુકોઝ વપરાયા વિનાનો લોહીમાં પડી રહે છે અને આપણને
બ્લડ-શુગર વધેલું જણાય છે.
શુગર એટલે કે ગ્લુકોઝનું પ્રમાણ નિયંત્રણમાં રાખવાનું કામ ઇન્સ્યુલિન કરે છે. આપણા શરીરમાં નાના આંતરડાની બાજુમાં ડાબી તરફ આવેલી સ્વાદુપિંડ નામની ગ્રંથિમાંથી સ્રવતું ઇન્સ્યુલિન હૉર્મોન લોહીમાંના ગ્લુકોઝનું નિયંત્રણ કરે છે. શરીરમાં ગ્લુકોઝના પ્રમાણનું નિયંત્રણ કરતા ઇન્સ્યુલિન હૉર્મોનનો સ્રાવ ઓછો થાય, સદંતર બંધ થઈ જાય અથવા તો પછી આ હૉર્મોનનો સ્રાવ થવા છતાં બરાબર કામ ન કરી શકે
ત્યારે શરીરમાં શુગરનું પ્રમાણ વધી જાય છે. લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ૮૦થી ૧૨૦ યુનિટની વચ્ચે રહે એ સામાન્ય ગણાય છે.
મૉડર્ન સાયન્સ પ્રમાણે ડાયાબિટીઝના બે પ્રકાર છે, પણ આયુર્વેદમાં પ્રમેહનાં લક્ષણો પરથી એનાં વીસ જેટલા પ્રકાર છે. લક્ષણો અનુસાર કફજ, પિત્તજ અને વાતજ પ્રમેહને વર્ગીકૃત કરવામાં આવે જેથી એની સારવાર સરળ બને. જાકે આજકાલ જે લક્ષણો હોય છે એ મોટા ભાગે કફજ પ્રમેહનાં હોય છે. અપચન, બેઠાડુ જીવન, વધુપડતી ઊંઘ, સ્ટ્રેસ અને મેદસ્વિતા એ મુખ્ય કારણો હોય છે. રોગનાં લક્ષણો અને વ્યક્તિગત તપાસના આધારે ઔષધ સારવાર આપવામાં આવે છે, પણ કેટલીક સામાન્ય કાળજી ડાયાબિટીઝના દરદીએ કઈ રાખવી એ જાેઈ લઈએ.
૧. ઘઉં નહીં, ચોખા ખાઓ
લોકો માને છે કે ડાયાબિટીઝ થાય એટલે ચોખા ન ખવાય. આ સૌથી મોટી અને ખોટી માન્યતા છે. ખરેખર ઘઉં કરતાં
ચોખા પચવામાં હલકા અને પૌષ્ટિક છે.
એ કઈ રીતે ખાવા એ નોંધી લો. ડાયાબિટીઝના દરદીઓએ ઓછામાં ઓછા એક વર્ષ જૂના, અનપૉલિશ્ડ
સાઠી ચોખા વાપરવા. સાઠી એટલે સાઠ દિવસમાં ઊગેલા હોય એ. ચોખામાંનું વધારાનું સ્ટાર્ચ બાળી નાખવા માટે એને પહેલાં કડાઈમાં
ધીમી આંચે હલાવીને શેકવા. હળવા બ્રાઉન રંગના થાય એટલે એમાંનો
સ્ટાર્ચ બળી ગયો સમજવો. આ
ચોખા ભરી રાખવા. એને રાંધતી
વખતે ઓસાવીને કાંજી કાઢી નાખવી અને પછી ખાવા. આ ચોખામાંનું લાયસિન ખોરાકમાંથી વિટામિન
બી અને કૅલ્શિયમને શોષવામાં મદદ કરે છે.
૨. મેદ ઘટાડવા જવ ખાઓ
ઘઉંને બદલે જવ ખાઓ. આયુર્વેદમાં જવને સ્થૂલવિલેખનમ કહ્ના છે. ડાયાબિટીઝના દરદીઓ મેદસ્વી હોય છે અને તેમના માટે મેદ ઘટાડવો ખૂબ જ આવશ્યક છે. ઘઉં કરતાં જવમાં અનેકગણું
ફાઇબર હોવાને કારણે કબજિયાત દૂર થાય છે. જવ ધીમે-ધીમે પચે છે
એટલે એનાથી લોહીમાં અચાનક જ શુગર નથી વધતી. રોજ ભોજનમાં
જવની રોટલી કે ભાખરી બનાવીને
લઈ શકાય. જવથી લીવરનું ફંક્શન પણ સુધરે છે અને શરીરમાં ભરાઈ રહેલો યુરિક એસિડ પણ ઘટે છે. ડાયાબિટીઝને કારણે કિડનીમાં થતી તકલીફોનું રિસ્ક ઘટે છે.



આહાર-વિહારની કાળજી


આંબા હળદર, લીલી હળદર અને એમાં બે-ત્રણ કાચરી આદું નાખી લીંબુ નિચોવીને રોજ જમતાં પહેલાં ખાવી.
રોજ સવારે આમળાં અને લીલી હળદરનો વીસ મિલીલિટર જૂસ પીવો. આનાથી લોહી શુદ્ધ થાય છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે.
રોજ સવારે અથવા સાંજે ૪૫ મિનિટ ચાલવું અત્યંત આવશ્યક છે.
જમ્યા પછી તરત જ સૂઈ જવું નહીં. રાતે જમ્યા
પછી ઓછામાં ઓછાં સો ડગલાં ચાલવું.
લાંબો સમય ભૂખ્યા રહેવું
નહીં અને ભૂખ કરતાં વધુ કદી ખાવું નહીં.
આંખનું ચેક-અપ નિયમિત કરાવતા રહેવું.


Whatsapp-channel Whatsapp-channel

27 November, 2020 03:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK